________________
પર
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, “નમોહત' કહી સ્નાતસ્યાની પહેલી ગાથા કહેવી પછી જ બીજાઓએ “નમો અરિહંતાણં” બોલી કાઉસ્સગ્ગ પારવો.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર | નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, - નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર - નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય
| સર્વ સાધુભ્યઃ (૧) / 9 / 2 (આ સૂત્ર સ્ત્રીઓ ક્યારેય ન બોલે) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
આ સુત્ર પૂર્વમાંથી ઉદ્ધત કરેલું હોવાથી સાધ્વીજી ભગવંત અને શ્રાવિકાને બોલવાનો અધિકાર નથી. તેઓને આ સૂત્રની જ્યારે જરૂર જણાય ત્યારે શ્રી નવકાર મંત્ર બોલવાની પ્રથા પ્રચલિત છે. આ સૂત્ર વિવિધ રાગોમાં બોલાતું હોય છે. તેમાં ગુરૂ-લઘુ અક્ષર અને જોડાક્ષરની ઉચ્ચાર વિધિમાં બાધ ન પહોંચે, તે પ્રમાણે જ બોલવું જોઈએ. આ સૂત્ર શ્રી સિધ્ધસેન દિવાકરજી મહારાજે બનાવ્યું છે. તેમની ઇચ્છા હતી કે નવકાર સૂત્રનું સંસ્કૃત ભાષામાં સૂત્ર બનાવવું. પરંતુ ગુરૂ મહારાજે એ કામ અટકાવ્યું અને આ આશાતનાનાં પ્રાયશ્ચિત રૂપે તેમને બાર વર્ષ ગચ્છની બહાર રહી શાસનની મોટી પ્રભાવના કરવાનું પ્રાયશ્ચિત આપ્યું. પરંતુ તેમના જેવા આરાધક પુરુષનું બનાવેલું સૂત્ર અન્યથા ન જાય તેમ સમજી શ્રી શ્રમણ સંઘે ઘણા ખરા સ્તુતિ, સ્તોત્રો, પૂજાની ઢાળમાં તેને સ્થાન આપ્યું જણાય છે. આ સુત્ર સ્ત્રીઓથી ક્યારેય ન બોલાય.