________________
સોયાબીનનું દૂધ
સોયાબીનના દૂધમાં ગાયના દૂધ જેટલુ જ પ્રોટીન હોય છે. સોયાબીનનું દૂધ પ્રાણીજન્ય પ્રોટીન, વિટામીન, રેષા, અને ખનીજ તત્વોની બરાબરી કરી શકે છે એમ અભ્યાસમાં જાણવામાં આવ્યું છે. જો પ્રોટીન જોઈતું હોય તો સોયાબીનનું દૂધ જરૂર લેવું. બીજા વનસ્પતિજન્ય દૂધ કરતાં સોયાબીનના દૂધમાં બધા જ જરૂરિયાતવાળા ૯ અમીનો એસીડ મળે છે. કેલ્શિઅમ અને આયર્ન (લોખંડ) પણ આ દૂધમાં મળે છે.
કઠોળમાંથી વનસ્પતિજન્ય દૂધ
સાવચેતી: સોયાબીનના દૂધ પર સંશોધન હજુ ચાલી રહ્યું છે અને એની કેન્સર કે હોરમોન ઉપરની અસર હજુ સુધી પુરેપુરી જાણી શકાઈ નથી. એટલે સોયાબીનથી કેન્સર થાય એવું પુરવાર નથી થયું. અમુક સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે સોયાબીનના દૂધમાં ઈસ્ત્રોજન(estrogen) નામના હોર્મોન જેવું રસાયણ હોય છે જે સ્તન કેન્સરના દર્દીઓના આરોગ્ય માટે જોખમરૂપ થઇ શકે.
સામગ્રી
સોયાબીન (૧ કપ) તાજું પાણી (૪ કપ)
રીત
સોયાબીન જે પાણીમાં પલાળેલા તે પાણી જવા દો. સોયાબીનના ફોતરાં કાઢવા હોય તો કાઢો. પણ કાઢવા જરૂરી નથી.
૨ કપ પાણી લઇ બધા જ સોયાબીનને મિક્સરમાં નાખી બારીક વાટી લો.
સોયાબીનના દૂધ ને ગાળી લો.
સોયાબીનના કુચા ને લઇ, ફરી થી મિક્સરમાં નાખો, પાણી લઇ વાટી લો. બીજીવારનું દૂધ ગાળી લો. આ દૂધ થોડું પાતળું હશે.
ત્રીજી વાર કુચા લઈને આજ પ્રમાણે કરી ત્રીજી વારનું દૂધ ગાળી લો. બધુ જ દૂધ એક તપેલીમાં ભેગુ કરી લો. હવે આ દૂધ ને ઉકાળો. ઉકાળતી વખતે મોટા
ગેસ સ્ટોવ પર ચમચાથી હલાવતા
સ્ટોવ પર ગરમ કરવા મુકો. લગભગ ૧૫ થી ૧૮ મિનીટ સુધી
૧૫ થી ૧૮ મિની
રહો જેથી કરીને દૂધ નીચે તપેલીમાં
ચોટી ન જાય અને ઉભરો આવતો અટકી જાય. ઠંડુ કરો અને ઉપયોગમાં લો.
તૈયાર થશે: ૪ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે; ૧૮ મિનીટ ફ્રીઝમાં રહેશે: ૩ દિવસ
૨૦ circleOhealth