________________
બિહારીઆનંદજીએ આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું, કે આપણે માણસ છીએ, માનવ છીએ. એ બધાને જ ખબર છે, પણ આપણી અંદર શક્તિ છે અને આપણે આટલા શક્તિમાન છીએ - એનો અનુભવ તો કદાચ આપણને અહીંયા આવીને જ થયો. શૈલેષાનંદજીની અંદર મેં સૌથી સારી વસ્તુ એ માર્ક કરી અને તેના માટે હું એમને પ્રણામ કરું છું, કે જેટલું આપણને આપી શકે એટલા ઓછા સમયમાં અને જ્ઞાનાત્મક એટલું બધું આપ્યું ! છેલ્લે સમય ઓછો હતો, તો પણ કોઈ પણ વસ્તુને છોડયા વિના આપણને સંપૂર્ણ આપી દીધું. કોઈ ધર્મ નહીં, કોઈ દબાણ નહીં, પણ વિજ્ઞાનથી ... જ્ઞાન અને જ્ઞાનથી બ્રહ્માંડ અને બ્રહ્માંડથી ભક્તિ અને પશ્ચાતાપથી પારસમણિ સુધી પહોંચાડી દીધા એવું લાગ્યું. કાંતિઆનંદજીએ પણ ખૂબ જ સરસ રીતે આપણને સમજાવ્યું. બાળકોને એ લોકોની કક્ષામાં રહીને આજે જે સમજાવ્યું અને જે શક્તિ સ્કૂરી છે, અમારા બાળકો માટે એ ઘણી જ સારી વાત છે, કારણ કે શક્તિ તો બાળકોમાં હતી જ, એ શક્તિ તો બધાયનામાં જ છે, મારામાં પણ છે. પરંતુ શક્તિ હોવી એ કરતાં પણ શક્તિને બહાર લાવવી અને પ્રકાશિત કરવી એ બહુ મોટી વાત છે ! જે વ્યક્તિને આ વિચાર આવ્યો હશે, એને મારા તરફથી કોટિ કોટિ પ્રણામ છે. આ લોકો સવારથી સાંજ સુધી ભોજન, હા કે પ્રવચન હોય કે મને અહીં લાવીને માઇક આપવા સુધી- એમના મુખ પર જે શક્તિ છલકાતી હતી, એ મને દેખાતી હતી. એમાં સંતોષ, આનંદ, પ્રેમ અને કંઈક સારું વહેંચવાની અને પીરસવાની ભાવના હતી, એ જ વસ્તુ આજે મને ખૂબ ગમી છે. એટલે વારંવાર હું અહિયાં આવતી રહીશ અને એમને મળતી પણ રહીશ. અમારી શાળામાં અમે તમને બોલાવીએ એવી રાહ ના જોતાં, કારણ કે એ આપની શાળા છે. જે સત્કર્મ કરવા માટેની ભૂમિ હોય ને, એની માલિકી કોઈની હોતી નથી. એટલે અમારી શાળામાં આપ સૌને અમારા શિક્ષક પરિવાર તરફથી, અમારા
'નવી જ દૃષ્ટિ, નવી જ દુનિયા, નવલાં ઘડતર જ્ઞાની ! અંધજન શિક્ષણ મંડળ, અમારા મુરબ્બી ટ્રસ્ટીઓ તરફથી, અમારા બાળકો તરફથી તમને અમારી વારંવાર વિનંતી છે કે તમારો સમય આપજો. કારણ કે તમારા સમયમાં એવી કોઈ ભાવના કે કોઈ ભાવનામાં ભેળસેળ નથી, પરંતુ શક્તિનો વિકાસ છે. અને આજના યુગમાં ધર્મની કે પછી પ્રચારની જરૂર નથી. શક્તિ જે આપણામાં સુષુપ્ત રહેલી છે, એને જ બહાર કાઢવાની જરૂર છે. આજે હિન્દુસ્તાનને જો આવી વ્યક્તિઓ મળતી રહેશે, તો મારે એવું કહેવું છે કે આપણી ભારતીય શક્તિ વિશ્વની ટોચે જઈને પોકારશે. અમારા તરફથી કે અમારા બાળકો તરફથી આપણે જો કોઈ ક્ષતિ પહોંચી હોય તો તેના માટે ક્ષમા ... વારંવાર તમને હું “થેન્ક યુ” કહું છું અને અભિનંદન આપું છું, કે લોકો પ્રતિષ્ઠા માટે બધું જ કરે છે, પણ ભાવના, પ્રેમ અને
અંદાજના શિક્ષણ મંડળ, સુરત વિઘાર્થી પરિસંવાદ ક્રોડકટીવા જા, હાડ HOUSTIC SCENCE RESEARCH CENTER
42 | Holistic Science of Life & Living Vol. I May 2014