________________
હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે યોજાયેલ વિશિષ્ટ સેમિનાર
[તા: ૨૯-૧૦-૨૦૧૩ ના રોજ સુરતની અંધજન શિક્ષણ મંડળ સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એક દિવસીય પરિસંવાદ રિસર્ચ સેન્ટરમાં યોજાયો હતો જેમાં ૧૨૩ બાળકોએ ભાગ લીધો હતો.
આ એક વિશિષ્ટ અનુભવ હતો જે અંગે મંડળના બે શિક્ષિકા બહેનોએ કાર્યક્રમને અંતે રજૂ કરેલ વાચિક પ્રતિભાવ અત્રે અક્ષર-ચિત્રમાં કુ. હેતલ પટેલના સૌજન્યથી પ્રસ્તુત છે.]
પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા સુશ્રી દેવયાનીબહેન આર. ઠાકોરના શબ્દો અક્ષર-ચિત્રમાં -
“સૌ પ્રથમ તો આ જે‘વીતરાગ વિજ્ઞાન ચેરીટેબલ ટ્રસ્ટ' સંસ્થા છે, એનો હું, મારા વિદ્યાર્થીઓ, મારા શિક્ષકગણ અને મારા પરિવાર તરફથી આભાર માનું છું, કારણ કે આપ સૌએ જે નવી જ દ્રષ્ટિ, નવી જ દુનિયા નવલાં ઘડતર જ્ઞાન' વિષય
પર સેમિનારનું આયોજન કર્યું, આપણે એને સામાન્ય રીતે જોઈએ તો બધાં આવું કરતાં હોય છે, પણ એ બધાં કરે અને તમે જે કર્યું, એમાં ઘણો ફરક છે. અને એ શું ફરક છે, એ એક નાનકડી વાત દ્વારા રજૂ કરીશ.
સૂરદાસજીનું નામ બધાએ સાંભળ્યું હશે, એ પ્રજ્ઞાચક્ષુ હતા. એમને ભગવાન શ્રીકૃષ્ણ માટે ખૂબ ભક્તિ હતી. એ રોજ મંદિરે જતા હતા ને શ્રીકૃષ્ણના રૂપનું વર્ણન કરતા હતા. તો એમના મંદિરના પુજારીને થયું કે
આને તો દેખાતું નથી ને કોઈ ચોક્કસ
આને કહી દે છે, કે પીળાં પીતાંબર પહેર્યાં છે. નહિ તો એ કઈ રીતે કહેતા હશે? તો એક દિવસ એવો બંદોબસ્ત કર્યો કે સૂરદાસજીને મંદિરે એકલા લાવવામાં આવ્યા અને પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને નિર્વસ્ત્ર રાખી. ત્યારે સૂરદાસજીએ કહ્યું, કે તમે દિગંબર અવસ્થામાં મને ખૂબ સુંદર લાગો છો !' ત્યારે પુજારીએ કહ્યું, કે ‘તમને કેવી રીતે ખબર પડી ?’ ત્યારે એમણે કહ્યું કે મારી જે ભક્તિ અને અંદર જે શક્તિ છે, જેના વિકાસથી, સમજથી હું આવું વર્ણન કરી શકું છું. તે આ લોકોએ એટલે કે શૈલેષાનંદજી, બિહારીઆનંદજી, કાંતિઆનંદજીએ આજે આપણને સદ્રષ્ટાંત તો નહીં, પણ હું તો કહું કે એક પ્રયોગની દ્રષ્ટિએ સમજાવ્યું અને બતાવ્યું.
41 | Holistic Science of Life & Living Vol. I May 2014