________________
(3) નિષ્પન્ન યોગી
યોગમાં સમ્યક પ્રવૃત્તિ દ્વારા યોગ જેઓએ પ્રકૃતિરૂપે નિષ્પન્ન કર્યો છે. તેવા સર્વવિરતિધર યાવત કેવળી ભગવંતો.
નિષ્પન્ન યોગી મહાત્મા કેવલી ભગવંતનું ચિત્ર પરિશિષ્ટ-૧૨માં આપવામાં આવેલ છે.
પ્રવૃત્તયોગીને પ્રધાનતર વિધિ
વિધિપૂર્વક ભાવનાશ્રુત વાંરવાર તીર્થ શ્રવણ આત્મદોષની અપેક્ષાએ નો પાઠ
અત્યંત નિપુણતાથી
આત્મ નિરીક્ષણ યોગમાર્ગમાં આત્માને દૂષણ કરનારા દોષ
અભિવંગરૂપ રાગ
અપ્રીતિરૂપ દ્વેષ
વિપરીત જ્ઞાનરૂપ મોહ
આત્મનિરીક્ષણ કરનાર આત્મજ્ઞાનયોગી જ હોય છે. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ આત્માને દૂષત કરનારા દોષો છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયથી થયેલા આત્માના આ ત્રણ વૈભાવિક પરિણામો છે. પરંતુ ભદ્રિકભાવે આ યોગીમહાત્મા થાપ ન ખાય જાય માટે અતિનિપુણતાપૂર્વકનું આત્મનિરીક્ષણ કરવાનું શ્રી સૂરિજી જણાવે છે. આ રાગાદિ પરિણામો કર્મોના ઉદયથી જનિત છે તેથી કર્મોના સ્વરૂપનું વર્ણન યોગશતક અધ્યયન ભાગ-૨માં કરવામા આવેલ છે.
14