________________
(૧) માર્થાનુસારી
ચારિત્રવાળા જીવને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ હોય છે. તેથી ચારિત્રી મોક્ષમાર્ગને અનુસરનારા હોય છે. માર્ગાનુસારીનાં ૩૫ ગુણ પરિશિષ્ટ-૧૧માં આપેલ છે. (૨) શ્રધ્ધાવાન
માર્ગાનુસારી જીવો શ્રધ્ધાવાન હોય છે. કારણ કે તત્વશ્રધ્ધા માટે પ્રતિકુળ એવા ફ્લેશોનો હ્રાસ થયો હોવાથી માર્ગાનુસારી જીવો તત્વ પ્રત્યે પરમ શ્રધ્ધા ધરાવતાં હોય છે. તેઓને અપ્રીતિ - દ્વેષ - ઉદવેગ – શારીરિક પરિશ્રમ આદિ શત્રુતુલ્ય ભાવો હોતા નથી. (૩) પ્રજ્ઞાપનીય
ઉપરોક્ત બે ગુણો આવવાથી આત્મભંડાર મેળવવાની એવી તાલાવેલી લાગે છે કે ગુરુ પ્રત્યે સમર્પિત બને છે. સરળ બને છે. નમ્ર બને છે.
- આ વિષય પરનું દ્રષ્ટાંત : સુંદર ભંડાર મેળવવામાં પ્રવર્તેલા અને ભાવિમાં ભોક્તા બનનાર વ્યક્તિને તે ભંડાર સંબંધી વિધિમાં અપૂર્વ શ્રધ્ધા થવાથી તે વિધિ સમજાવનાર પ્રત્યે જેમ અતિશય બહુમાન થાય છે. જરા પણ તર્ક-વિતર્ક કરતાં નથી. તેની જેમ પ્રજ્ઞાપનીય ગુણનાં કારણે ગુરુ જે સમજાવે તે સમજવા નમ્રપણે તૈયાર હોય છે. સાચી શ્રધ્ધાનું આ જ (પ્રજ્ઞાપનીયતા) ફળ છે. (૪) ક્રિયામાં તત્પરતા
આત્માને હિતકારી એવા ધર્મકાર્યોમાં પ્રમાદ વિના સદા તત્પરતા ચોથું લિંગ છે. જે જીવ માર્ગાનુસારી હોય તે જીવો માર્ગવિહિત અને નિષિદ્ધ તે તે અનુષ્ઠાનોમાં અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિને આશ્રયીને તત્પર હોય છે.
આ પ્રમાણે યોગનાં પ્રસંગથી ઉત્તરોત્તર ફળવિધિને જણાવીને એટલે કે માર્ગાનુસારિતાનું પોતાનું ફળ શ્રધ્ધવત્વ, શ્રધ્ધાવત્વનું પોતાનું ફળ પ્રજ્ઞાપનીયતા અને પ્રજ્ઞાપનીયતાનું પોતાનું ફળ ક્રિયાતત્પરતા ઈત્યાદિ પોતપોતાનાં ફળ જણાવીને હવે શ્રી હરિભદ્રસૂરિજી પાંચમું લિંગ જણાવે છે. (૫) ગુણરાગી
વિશુધ્ધ આશયવાળા હોવાથી ગુણોનાં જ રાગી, આટલી ઊંચી કક્ષાએ આવનાર આત્મા નિર્મળ હૃદયવાળા હોવાથી બીજાનાં ફક્ત ગુણોના જ પ્રેમી હોય છે. (૬) શક્યારંભ સંગત
પોતાનાથી બની શકે તેટલા જ ધર્મકાર્યોનો આરંભ કરનાર, જે ધર્મકાર્ય પોતાનાથી કરવું અશક્ય છે. તેનો આરંભ કરે તો પણ કંઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે તે કાર્ય બનવાનું જ નથી. તો તેવા ફળપ્રાપ્તિની અપેક્ષાએ વધ્ય કાર્યોનો આરંભ કરવાની ઈચ્છા જેના હૃદયમાંથી નિવૃત્તિ પામેલી છે તે છઠું લિંગ છે. આ પ્રમાણે ચારિત્રવાન આત્માનાં કુલ છ લિંગ છે.
63.