________________
પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૧ પ.૧ યોગશતક ગ્રંથનો પરિચય
પ્રસ્તુત યોગશતક ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. શ્રી હરિભદ્રસૂરિ નામના અનેક આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. તે બધામાં જે યાકિની મહારાસૂનું તરીકે પ્રસિદ્ધ છે. અને સમયની દ્રષ્ટિએ સૌથી પહેલા મનાય છે. આ યોગગ્રંથ વિષયની દ્રષ્ટિએ “યોગબિંદુ' સાથે સૌથી વધારે સામ્ય ધરાવે છે. યોગબિંદુની ઘણીખરી યોગવસ્તુ યોગશતકમાં સંક્ષેપમાં આવી જાય છે. સંશોધક વિદ્વાન મુનિ પુણ્યવિજ્યજીએ ખંભાતના તાડપત્રીય ભંડારમાંથી અત્યાર સુધી અપ્રાપ્ય એવી વ્યોગશતકની પ્રતિ મેળવી હતી.
શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડારની હસ્તપ્રત પરિશિષ્ટ-૬માં આપવામાં આવેલ છે.
ગાથા ૧ થી ૭માં યોગનાં સ્વરૂપને બતાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રારંભના મંગલાચરણમાં યોગીનાથ એવા શ્રી તીર્થકર મહાવીર પ્રભુને નમસ્કાર કરીને યોગનાં લેશમાત્રનું સ્વરૂપ દર્શાવે છે. ત્યારબાદ નિશ્ચયયોગ અને વ્યવહાર યોગનું વર્ણન કરતાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમયગ્યારિત્રએ રત્નત્રયનો આત્મા સાથેનો સંબંધ એ નિશ્ચય યોગ છે. જ્યારે એ ત્રણેનાં કારણો વ્યવહાર યોગ છે. તદુપરાંત વ્યવહારયોગની ઉપયોગિતા શું છે તે આચાર્યશ્રી જણાવે છે. મોક્ષ પ્રત્યે ઉપાદાન કારણરૂપ જીવની પરિણતિ નિશ્ચયનયથી યોગ અને ભાવપરિણતિનું નિમિત્તકારણ, વ્યવહારનયથી યોગ દર્શાવતું ચિત્ર આપવામાં આવેલ છે. જેમાં યોગની પહેલી ચાર દ્રષ્ટિની અવાંતર પરિણતિઓ છે. બાજુમાં ચિત્ર નં-૨માં વિસ્તારરૂપે બતાવેલ છે. અપુનબંધકની અનેક અવાંતર પરિણિતિઓનો યોગની ચાર દ્રષ્ટિરૂપે નિર્દેશ પરિશિષ્ટ-૭માં
દર્શાવેલ છે. કોઈને કોઈ રીતે જીવમાં અનુપબધન્કની પરિણતિ પ્રગટે છે. ત્યારે પ્રથમ ભૂમિકાની ઉચિત ક્રિયા કરીને સાધક ઉપર ઉપરની યોગની પરિણતિને પ્રાપ્ત કરે છે. આ ક્રમથી બાહ્યક્રિયા અંતરંગ પરિણતિ પ્રત્યે નિમિત્ત કારણ છે, અને પૂર્વની અંતરંગ પરિણતિ ઉત્તર પરિણતિરૂપે થાય છે. આમ મોક્ષનાં કારણરૂપે માન્ય એવી અપુનર્બન્ધકથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમય સુધીની સર્વ પરિણતિઓ પ્રત્યે વ્યવહારનયની ક્રિયા નિમિત કારણરૂપે છે.
ગાથા ૮ થી ૧૨માં ગ્રંથકારશ્રી આગળ યુક્તિથી કહે છે કે, અધિકારી આત્મા જો ઉપાયમાં યત્ન કરે તો ફળની પ્રાપ્તિ કરે છે. તેથી પ્રસ્તુત યોગમાર્ગનાં અધિકારી કોણ ? તે બતાવે છે.