________________
૧૦મી “યોગલક્ષણ બત્રીસી' માં પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ યોગનું લક્ષણ બતાવતાં કહ્યું કે, “મોક્ષમુળહેતુવ્યાપIR " મોક્ષનાં મુખ્ય હેતુનો વ્યાપાર તે “યોગ છે. આમ મોક્ષનાં મુખ્ય કારણરૂપ બનતો આત્મવ્યાપાર તે યોગનું લક્ષણ છે. ૨.૨ આગમયુગમાં યોગ (ઈ.સ. પૂર્વ કચ્છી થી ઈ.સ.ની ૭મી સદી સુધી)
જૈનયોગની પરંપરા તેમજ વિકાસક્રમ જાણવા માટે જનયોગ સંબંધી ઈતિહાસ જાણવો જરૂરી છે. જે આગમળયુગ, મધ્યયુગ અને અર્વાચીનયુગ તેમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
આગમયુગમાં મુખ્યત્વે તપ અને ધ્યાન ઉપર જ આધ્યાત્મિક સાધના અવલંબિત હતી. જૈનાગમોમાં ‘યોગસાધના' ના અર્થમાં “ધ્યાન' શબ્દ પ્રયુક્ત છે. જેનું વિસ્તૃત વર્ણન આગળનાં પ્રકરણમાં આપવામાં આવેલ છે. આગમો ઉપરાંત નિર્યુક્તિ, ચૂર્ણિ તેમજ ભાષ્યોમાં પણ આગમ સંમત યોગસાધનાનું વિસ્તૃત વર્ણન છે. જેમાં વિશેષથી આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય તેમજ આવશ્યક સૂત્રવૃત્તિમાં પણ ધ્યાનનું સ્વરૂપ, લક્ષણો, ભેદ - પ્રભેદ તેમજ સાધનાનું વિસ્તૃત વર્ણન છે.
આ યુગમાં આગમ ઉપરાંત અનેક મહાન આચાર્યોએ અનેક યોગ વિષયક ગ્રંથોની રચના કરેલ છે. જેમાં ઈ.સ.ની પહેલી સદીમાં દિગંબર પરંપરાનાં આચાર્ય કુંદકુંદ સ્વામીએ પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે અધ્યાત્મગ્રંથોની રચના કરી જેમાં સાધનાનાં નવા ક્ષેત્ર અંતર્ગત ૫૦૩ ગાથાનો ‘અષ્ટપાદુડ ગ્રંથમાં મોક્ષપ્રાભૃત પ્રકરણમાં ૧૦૬ ગાથાઓ દ્વારા “ધ્યાન” તેમજ “યોગ' નું વર્ણન મળે છે.
ઈ.સ.ની બીજી સદીમાં જૈનપરંપરામાં સંસ્કૃત ભાષામાં ગ્રંથરચનાઓમાં સર્વપ્રથમ આચાર્ય ઉમાસ્વાતિજી રચિત ‘તત્વાર્થ સૂત્ર માં જૈન મોક્ષમાર્ગ સંબંધિત તત્વચિંતન છે. યોગ નિરૂપણમાં પણ પ્રાયઃ સમ્યક ચારિત્રનું તત્વચિંતન છે.
ઈ.સ.ની પમી કઠી સદીમાં પૂજ્યપાદ દેવનંદીજી જેઓ મૂલસંઘમાં નંદીસંઘના પ્રમુખ આચાર્ય હતા. તેઓએ “ઈબ્દોપદેશ’ અને ‘સમાધિ શતક' જેવા યોગવિષયક ગ્રંથોની રચના કરી. ઈબ્દોપદેશની ગાથા ૫૧માં યોગ સાધકની એ ભાવનાઓ જેમાં સાધક એકાગ્ર ચિત્તમાં લીન બની જાય છે તેનું નિરૂપણ છે. ગાથા - ૪૭માં “યોગી વ્યવહારથી દૂર રહી આત્માનુષ્ઠાન માં સ્થિર થઈને પરમાનંદને પામે છે' તેનું વર્ણન છે.
ઈ.સ.ની છઠ્ઠી - ૭મી સદીમાં યોગીન્દુ દેવએ અપભ્રંશ ભાષાગ્રંથોની રચના કરી, તેમની યોગવિષયક પ્રસિધ્ધ રચના “પરમાત્મા પ્રકાશ’ અને ‘યોગસાર'માં આચાર્ય કુદકુંદદેવકૃત મોક્ષપ્રાકૃત અનુસાર આત્માનાં ત્રિવિધ સ્વરૂપો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માને દર્શાવી કહે છે કે, “શુધ્ધ આત્માનું મનન જ મોક્ષમાર્ગ છે તે સાથે આત્મા સંબંધી ધ્યાનમાં ચાર પ્રકાર વર્ણવતા જણાવે છે કે, “હે જીવ! જિનેન્દ્ર દ્વારા વર્ણવાયેલા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનને તું સમજ. જેનાથી આત્મા શીઘ પરમ પવિત્ર બની શકે"૧૦
14