________________
પ્રકરણ-૨ ઃ જૈન સાહિત્યમાં યોગ
જૈનદર્શનમાં વિશ્વનો પ્રત્યેક આત્મા અનંત તેમજ અપરિમિત શક્તિઓનો પ્રકાશ પુંજ છે. જેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય અંતનિહિત છે. આત્મા પોતે જ જ્ઞાનવાન છે, જ્યોર્તિમય છે, શક્તિ સંપન્ન છે, મહાન છે. તેમાં યોગસ્થિરતાનો અભાવ અસફળતાનું મૂળ કારણ છે. આ અંગત શક્તિઓને અનાવૃત કરવા, પોતાનાં લક્ષ્ય સુધી પહોંચવા માટે મન - વચન - કર્મમાં એકરૂપતા, એકાગ્રતા, તન્મયતા તેમજ સ્થિરતા આવશ્યક છે. અને આ આત્મચિંતનમાં સ્થિરતા લાવવાનું નામ જ “યોગ” છે. ડૉ. સી. ડી. શર્મા તેમની ઈન્ડીઅન ફીલોસોફીમાં જણાવે છે કે, “The word Yoga' literally means union”. આત્મવિકાસ માટે યોગ એક પ્રમુખ સાધના છે. ૨.૧ “યોગ' શબ્દનો અર્થ અને યોગનું લક્ષણ
“યોગ' શબ્દ ચુન ધાતુ અને ઘન પ્રત્યયથી બન્યો છે. સંસ્કૃત વ્યાકરણમાં “યુગ' ધાતુનાં બે અર્થ છે. અર્થાત મન-વચન-કાયાનો વ્યાપાર-પ્રવૃત્તિ તે યોગ. આ અર્થ પ્રમાણે સારી કે ખરાબ પ્રવૃત્તિને યોગ કહે છે. આ યોગ પ્રવૃત્તિરૂપ હોવાથી બંધનું કારણ બને છે.
યુગ અર્થાત : જોડવું, સંયોજિત કરવું, “યુનુ યોગે !' યુગ અર્થાત્ : સમાધિ, મનની સ્થિરતા. “નિંગ સમાધિ !'
આજ અર્થને પાતાંજલ યોગસૂત્ર-૧નાં ભાષ્યમાં જરા જુદી રીતે સ્પષ્ટ કર્યો છે. જે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની સમાધિ પ્રાપ્ત થવી તે યોગ છે.
ભારતીય યોગદર્શનમાં ‘યોગ' શબ્દનો બંને અર્થમાં પ્રયોગ થયો છે. તે ઉપરાંત ભિન્ન ભિન્ન સંદર્ભમાં ભિન્ન ભિન્ન અર્થમાં પણ “યોગ' શબ્દપ્રયોગ છે. આચાર્ય હરિભદ્રસુરિજી જેઓને જૈનપરંપરામાં યોગ વિષયક અવધારણાને પરમાર્જિત કરવાનું શ્રેય જાય છે. તેઓ પોતાનાં યોગ વિષયક ગ્રંથોમાં “મુવેબ ચોનના ગોળો | અર્થાત “મોક્ષની સાથે જોડે તે યોગ.
- આ યોગની પ્રચલિત વ્યાખ્યાનાં આધારે યોગનું લક્ષણ બતાવતાં કહે છે કે, “પરિશુધ્ધ ધર્મવ્યાપાર આત્માને મોક્ષની સાથે જોડતો હોવાથી તે “પરિશુધ્ધ ધર્મવ્યાપાર' તે યોગ છે.' અહીં પરિશુદ્ધ એવા વિશેષણ થી વિશિષ્ટ ધર્મવ્યાપારને યોગ તરીકે ઓળખાવ્યો છે.
આ પરિશુધ્ધ પદની વ્યાખ્યા કરતાં સૂરિજી “ષોડશક ગ્રંથનાં આધારે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજય, સિધ્ધિ અને વિનિયોગરૂપ આશયપંચકનું વિશદ વર્ણન કરીને આ આશયપંચક એ પાંચ શુભાશયથી પરિશુધ્ધ બનેલ ધર્મવ્યાપાર તે યોગ છે. તેમ સિધ્ધ કરીને આવો યોગ શુધ્ધિ સાથે સાધક આત્માનું મોક્ષ સાથે ચોક્કસ જોડાણ કરી આપે છે. તેમ સિધ્ધ કરી બતાવ્યું છે.
13