________________
(૩) અનર્થ - દંડ વિરમણ વ્રત :
અનર્થદંડ અર્થાત નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત રહેવું. તે ત્રીજું ગુણવત છે. કોઈને શસ્ત્રો આપવા, પ્રાણીઓ લડાવવા, ઈત્યાદિ કાર્યો જેમાં સ્કૂલ - સૂક્ષ્મ હિંસા રહેલી હોય તેવા અનાવશ્યક કાર્યો ન કરવા. ચાર શિક્ષાવત :
શિક્ષાનો અર્થ છે અભ્યાસ. શ્રાવકને કેટલાક વ્રતોનો પુનઃ પુનઃ અભ્યાસ કરવાનો હોય છે. અણુવ્રત અને ગુણવત એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે શિક્ષાવત વારંવાર ગ્રહણ કરવામાં આવે છે. શિક્ષાવ્રત ચાર છે.
( શિક્ષાદિત
- ૬
વ
.
પષય
ના
T
દેશાવગાસિક
અતિથિ
વતી સૈવિભાવત (૧) સામયિક વ્રત :
શુદ્ધ થઈને ૪૮ મિનિટમાં નિશ્ચિત સમય માટે એક આસન પર બેસીને સર્વ પાપક્રિયાઓ નો ત્યાગ કરી તથા ઈન્દ્રિયોને મનને સંયમમાં રાખી પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં કે સ્વાધ્યાય કરતાં કરતાં શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું વ્રત છે. સામયિક કરનાર ગૃહસ્થ એટલો સમય સાધુ સમાન ગણાય છે. (૨) દેશાવગાસિક વ્રત :
અન્ય વ્રતોમાં જે મર્યાદા બાંધી હોય તેમાં પણ જ્યાં અસંયમ જણાતો હોય ત્યાં સંયમમાં રહેવા માટે એ મર્યાદાઓ ક્રમે ક્રમે ઓછી કરતાં જવું એ માટે આ વ્રત છે. (૩) પૌષધ વ્રત :
વિશેષ નિયમપૂર્વક ઉપવાસ કરવા એટલે કે આત્મચિંતન માટે બધી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરી શાંતિપૂર્ણ સ્થાને બેસીને ઉપવાસપૂર્વક, ધાર્મિક ક્રિયાઓમાં રત રહી સાધુ જેવું જીવન અંગીકાર કરવાનું હોય છે. (૪) અતિથિ સંવિભાગ વૃત :
સાધુ અને સાધ્વી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર ઈત્યાદિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું તે આ વ્રત.
શ્રમણો અને શ્રાવકોએ પોતાનાં વ્રતનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રત પાળવાનું હોય છે. પરમ તત્વને પામવા માટે, કર્મનો સર્વથા ક્ષય કરવા માટે અનેક ઉપાયો જૈનદર્શનમાં દર્શાવેલ છે. તેમાનું એક સર્વોત્કૃષ્ટ ઉપાય તે યોગ છે. જે મનુષ્યને જીવમાંથી શિવ બનાવે છે. આત્મામાંથી પરમાત્મા બનાવે છે. આ યોગનું જૈન સાહિત્યમાં શું સ્થાન છે તે પ્રકરણ-રમાં દર્શાવેલ છે.