________________
બા.બ.પૂ. મુક્તાબાઈ મહાસતીજી તથા તેમનું સતીવૃંદ, ખંભાત સંપ્રદાયના બા. પૂ. મૃગેન્દ્રમુનિ. અન્ય સાધુ ભગવંતો તેમજ . પૂજ્ય શ્રી રોહિતાશ્રીજી મ.સા.નાં સુશિષ્ય પૂ. શ્રી ચંદદનબાળાશ્રીજી જેઓએ શોધનિબંધની શરૂઆતમાં જ પ્રોત્સાહન સાથે યોગસંબંધી અનેક પુસ્તકો પણ મેળવી આપ્યા તેમની હું ખુબ ઋણી છું. મૂર્તિપૂજકનાં મહાસતીજીઓનું પણ આવશ્યક માર્ગદર્શન મળતું રહ્યું છે.
પૂ. શ્રી રોહિતાશ્રીજી મ. સા.નાં સુશિષ્યા પૂ. શ્રી ચંદનબાળાશ્રીજી જેઓએ શોધનિબંધની શરૂઆતમાં જ પ્રોત્સાહન સાથે યોગસંબંધી અનેક પુસ્તકો પણ મેળવી આપ્યા. તેમની હું ખુબ ઋણી છું.
મારા સહાધ્યાયી હીનાબહેન શાહ તથા ડૉ. શીતલબેનની ખુબ આભારી છું. ચર્ચા વિચારણા દ્વારા સતત પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા છે.
વિદ્યાપીઠ ગ્રંથાલય, જૈનદર્શન વિભાગ ગ્રંથાલય, આચાર્યશ્રી જંબુવિજયજી મહારાજસાહેબ જૈન ‘ઈ’ લાયબ્રેરીના સેટમાંના ગ્રંથો પ્રોજેક્ટના તેમજ સમયસરની પુસ્તકની માહિતી સાથે પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડનાર શ્રી ભદ્રબાહુ વિજયજીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આ લઘુશોધ નિબંધમાં સૌથી વધુ ઉપયોગી નીવડનાર અમૂલ્ય ગ્રંથોના તથા પુસ્તકોનાં રચયિતા અને વિવેચનકાર વગર મારું કાર્ય ક્યારેય પૂર્ણ થયું ન હોત તેમની જ્ઞાનગંગા અને અનુભવોનાં નિચોડથી મારું કાર્ય સુલભ બન્યું તે બધા ગ્રંથકાર, સંકલનકાર અનુવાદક વગેરેનો હું હૃદય પૂર્વક ઋણ સ્વીકાર કરું છુ.
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના ગ્રંથપાલની તેમજ કર્મચારી ગણની આભારી છું. શ્રી કૈલાસસાગરસૂરિજીની કોબાની લાઈબ્રેરીમાંનાં શ્રી હીરલભાઈએ સમય સમય પર પુસ્તકો મેળવી આપ્યા છે તેમનો ખૂબ આભાર માનું છું. નામી-અનામી જેઓનો સહાકર મળ્યો છે, તેમનો આભાર માનું છું.
જ્ઞાનીજનોનો પ્રત્યુપકા ક્યારેય વાળી શકાતો નથી. તેઓએ શાશ્વત સુખનો, પરમ સુખનો માર્ગ દર્શાવ્યો છે. યાકિની મહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના પાવન ચરણોમાં આ લઘુશોધ નિબંધ સમર્પિત કરી કૃતાર્થ થવા ઈચ્છું છું. જેઓએ યોગનાં અધિકારીના ગુણો કેળવવાની પ્રેરણા પૂરી પાડી છે. અને એક નવી દ્રષ્ટિ આપી છે.
કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે શક્ય એટલી માહિતી મેળવવાની કોશિશ કરી છે. મારાથી મારા નિબંધમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો નમ્રતાપૂર્વક ક્ષમા યાચું છું.
આ લઘુશોધ નિબંધથી કોઈને પણ જો સાચી દિશા, સાચી દ્રષ્ટિ મળે તો મારું કાર્ય સફળ થવા શક્ય બનશે.
તા. ૩૦/૦૭/૨૦૧૧
જાગૃતિ નલિન ઘીવાલા