________________
સરિશખર
It ૭૧ બેરની જનતા ધર્મતને સમજનારી હેવાથી સંયમની કીંમત તેમના હૃદયમાં હતી સંયમ લેનારને તનમન ધનના ભોગથી સર્વ રીતે સૌ કોઈએ સહાય કરવી એ પ્રથમ તકે જૈન માત્રનું કર્તવ્ય છે. ત્યાગમાર્ગને નિષ્કટક બનાવી આપો એ મેક્ષાભિલાષી છની અનિવાર્ય ફરજ છે, સંયમ લેનાર વ્યક્તિને સંયમથી અટકાવવા, ત્યાગના મર્મથી અજ્ઞાત કઈ નામચીન મંડળો, સભાઓ, સંસ્થાઓ અનેકવિધ ધમપછાડા કરે છે. આડે દિવસે સગા સંબંધીઓ સામું પણ જતા ન હોય તે પણ તેની દીક્ષા વખતે મહરાજાની મસાલા પકડી સગા હવાને મિયા દાવો કરે છે. અનેક પ્રકારના માયા કપટ કરી ભેળા અજ્ઞાની જનેને હેળીનું નાળીએર બનાવી, સરકારને આડુ અવળું સમજાવી યેનકેન પ્રકારે દીક્ષાને અટકાવી શાસનને ઉડાહ કરાવનારા માત્ર દયાને પાત્ર છે ત્યાગની મહત્તાનું, તેની આદરણીયતાનું અને ત્યાગની વિશુદ્ધતાનું તેઓને ભાન નથી. જ્યારે સાચા તારકેનું તે કાર્ય એજ છે કે, ધર્મની અને ત્યાગની ભાવનાવાલા આત્માઓ, તરવાની ઈચ્છાથી શરણે આવે, ત્યારે કરૂણભાવે તેઓને અવલંબન આપી તારવા જ જોઈએ. અને તારે જ તે સાચા તારક કહેવાય. દીક્ષા ગ્રહણ કરનાર સંસારિક કૌટુંબિકાની આજ્ઞા મેળવે, આજ્ઞા માગવા છતાંય, તે મોહાંધ કુટુંબિઓ, આજ્ઞા આપવામાં ઈન્કાર કરે, તે દીક્ષાભાવી વ્યક્તિએ પિતાની ભાવનાને સફળ કરવામાં અચકે નજ ખાવો જોઈએ.
ત્યાંને સંધ ઉપયુક્ત વિચારણુઓનું મંથન ચલાવતો હતે. સર્વેએ એકત્રિત થઈ પૂજ્ય આચાર્ય દેવને જણાવ્યું કે, હે કૃપાલુ ! આપ જેવા અનુપમ જ્ઞાની મહાત્માની આજ્ઞા એ તે અમારે મન મરતક મુકુટ સમાન છે. અને તેમાંય વળી, આવું દીક્ષાનું અણુમેલ કાર્ય અમારા ગામમાં થાય, એ અમારી પૂર્ણ સદભાગ્યની નીશાની છે. અમારા ગામને હવેથી ઉદય ભાસે છે. અમારા જેવા નિભાંગીઓએ સંયમ મહત્સવની ઉજવણીને પ્રસંગ કદીયે જે નથી. તે મહા