________________
સુરિશેખર
[ ૬૧ સુખનું જે કઈ સાધન હેય તે તે સંયમની સાચી આરાધનાજ છે. જે વ્યક્તિના હૃદયમાં સંયમ ભાવનાનું બીજધાન થયું હોય તે વ્યક્તિને સંસારની પ્રત્યેક પ્રવૃત્તિઓ કંટાળારૂપ લાગે છે. પરતંત્રતાથી તેને સંસારીક આચરણાઓ આચરવા છતાં તે આચારણાઓ પ્રતિ મન તે ઉદાસીન ભાવમાંજ રમે છે.
માણસામાં લાલચંદભાઈ ધર્માભ્યાસમાં તથા વ્યવહારીક જ્ઞાનમાં કુશળતા મેળવી રહ્યા હતા. અવરનવર પધારતા અનેક મહાત્માઓના અને ગામના કેટલાક અનુભવી જાણકારોના પરિચયમાં આવી પિતે પણ અનુભવ જ્ઞાનને સંપાદન કરી રહ્યા હતા, તેમની ફેઈ દલસીબાઈ પણ તેમનાથી ચૂકેલાંજ રહેતાં. હૃદયમાં શંકાએ ઘણું જ ઉંડુ સ્થાન ગ્રહ્યું હતું. બાહીઓને કરાલ કર્મો એવીજ અટપટી લીલાઓને અનુભવ કરાવે છે. સાવચેત દલસીબાઈ પળભર પણ તેમને જુદા પડવા દેતાં નહિ. જો કે તેમને દીક્ષા લેવા ગયે અને પાછા આવ્યે બબ્બે વર્ષ વીતી ગયાં હતાં. વળી તેમના બાહ્ય આચરણથી અને વ્યવહાર પ્રવૃત્તિઓથી લાલુ પુનઃ દીક્ષા લેવા જશે એવી કલ્પનાને સ્થાન મળતું નહતું. પરન્તુ લાલચંદભાઈના હૃદયમાં એ પુનીત ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ભાવના લહરીઓ સરિતપુરે વહેતી જ જતી હતી. માનવ ગમે તેવા સંયોગોમાં મૂકાય, ચાહે તેવી સંપત્તિ વિપત્તિઓથી વિંટાય પણ દઢ મૂળ બનેલી અને જીવનમાં નિયત થયેલી ભાવનાનું પરિવર્તન ભાગ્યેજ થાય છે. ભાવિમાં ભાગ્યરેખા ઉગ્ર અને આદર્શ બનવાની હેય, તેઓની વૃત્તિ અને વિચારે સુંદરજ સરજાય છે.
એ તદન સ્વભાવિક અને અનુભૂત કેયડે છે કે પ્રબલ સાધન સિવાય નાનામાં નાનું પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. જીવનને સુંદર ભાવના અને આચરણાઓથી ઓપવા સંયમ એક અનુપમ સાધન છે, તે સંયમ ગુરૂઓના સંગની અપેક્ષા રાખે છે. જે વ્યકિતને અનુપમ ચારિત્રશાલી મહાત્માની સંગત નથી સાંપડી તે વ્યક્તિ