________________
સૂરિશેખર
પ્રિય વાંચક? ખ્યાલ બહાર તે નહિજ હોય કે લાલચંદભાઈનું હદય બાળવયથી જ વૈરાગ્યભાવથી ભીનું છેજ. પણ કૌટુંબીકને પ્રતિકારજ તેના અમલમાં વિલંબ કરનાર હતું. માતુશ્રીની ધર્મ પ્રેરણાથી અને દલસીબાઈના ધર્મ સંસ્કારથી વૈરાગ્ય વૃદ્ધિ પણ પુલકીત થતી જતી હતી. તેઓને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજનો નિર્દોષ અને ગુણોત્પાદક સંગ લાંબા વખત સુધી બની રહ્યો. દરમ્યાન ધાર્મિક અભ્યાસ તેમજ જૈનધર્મના આચાર વિચારેની પણ માહિતી મળતી ગઈ. વૈરાગ્યપદેશનું સિંચન પણ ધીમે ધીમે થતું જતું તેથી વૈરાગ્યભાવ વિકસ્વર થયે. ભાવના કિરણ:
વિદેશની લાંબી મુસાફરી કરવા જનાર વ્યક્તિના હૃદયમાં પ્રયાણ મુહૂર્ત સાચવવાની તીવ્ર તમન્ના હોય છે. તે મુદ્દત આવતાં પહેલાના સમયે પિતાની મહેલાત ઉપર, કુટુંબ ઉપર, અને મિત્ર મંડળ પર સહેજ પણ સ્નેહ આવિર્ભત થતું નથી. પરંતુ મુહૂર્ત સાચવી પરદેશ જઈ મારું ધ્યેય સફળ કરું એજ ભાવના તરંગે તેના હૃદયપટ ઉપર સ્પરે છે. ઘરમાંથી નીકળતા કુટુંબીઓ, મિત્ર અને સ્નેહીઓના વિયેગથી કકળતા હદય તરફ ધ્યાન ન આપતાં પિતાના ધ્યેયને લક્ષ્યાંકિત કરી આગળ ધપે છે, તેવી જ રીતે લાલચંદભાઈના હૃદયમાં સંયમ પ્રદેશમાં વિહરવાની, સંયમના અખૂટ અને નિર્દોષ આનંદને લુટવાની તાલાવેલીએ તીવ્રતા પકડી હતી. પુનઃ પુનઃ હૃદયમાં વિચારતા કે એ સુઅવસર મને મળે કે સંસારના ક્ષણિક દુઃખદ વિષય અને મોહના વાદળને ભેદી વાસ્તવીક આત્મપ્રકાશને પ્રગટાવું. અરે. આ સંસારની કારાગારતામાં પરવશપણે અનંત કાળ ગુમાવ્યો અને જે હજુયે ચેત્યો નહિ, જાગ્યો નહિ, સંયમપંથને સ્વીકાર્યો નહિ, તેમજ મેહના મસ્તાની ભર્યા મદના તોફાનથી વિજય મેળવ્યો નહિ, તે હજુયે અને તે કાળ ભમવું પડશે. આ અનુપમ જન્મ આર્યક્ષેત્ર