________________
સૂરિશેખર
[ ૩૭ દષ્ટિએ નિહાળતી. શ્રી યસ્કર મંડળના સંસ્થાપક અને સંચાલક શ્રીયુત વેણચંદ સુરચંદ આચાર્ય દેવેશને નિર્દોષ ત્યાગ દેખી પૂર્ણ ભક્ત બન્યા હતા. તેમને તેઓશ્રીએ જણાવ્યું કે બાલ શાસનમાં લાલચંદ નામના એક બાળકને ચારિત્ર ગ્રહણ કરવાની સુભાવના છે તેને તેમના કુટુંબીઓને સમજાવી તમારી પાઠશાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવે તે ભવિષ્યમાં જૈન શાસનમાં સુંદર ફાળે આપી શકે એમ છે. તેઓશ્રીના વચનને વધાવી લઈ તે સંબંધી કાર્ય હાથ ધર્યું. શંકાસ્થાન
વેણીચંદભાઈની પ્રેરણાથી એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ બાલ શાસન આવ્યા. લાલચંદભાઈના ઘેર જઈ તેમના કુટુંબીઓને એકત્રિત કરી જૈન ધર્મના સિદ્ધાંતના અભ્યાસ માટે મોકલવા સૂચવ્યું. સ્નેહાળ કુટુંબીઓના હૃદયમાં શંકા શલ્ય સ્થાન જમાવ્યું. જરૂર હમારા બાળકને મહેસાણું લઈ જઈ ધર્મના અભ્યાસ કરાવ્યા બાદ પ્રવજિત કરશે. આ વિચાર વમળમાં તેઓ ગુંચાયા. મોહ રાજાની વિચિત્ર લીલાથી કેણુ અજાણ્યું છે ? એ મેહના વિલક્ષણ ઉછાળાઓએ તે શંકાને બળવત્તર બનાવી અને અભ્યાસ માટે મહેસાણા જવાની જિજ્ઞાસા વાળા તે બાળકને અટકાવ્યા પરંતુ લબ્ધ સમયે ધાર્મિક અભ્યાસ કરવાની લાલસામાં લાલચંદભાઈ ઉદ્યમવંતજ રહ્યા, એકવાર કરેલું પિયૂષપાન આજીવંત વિસરાતું નથી તેમ પૂ. ગુરૂવરનું મીઠી નજરથી કરાવેલ વૈરાગ્ય અમૃતપાન અને તેમના પરિચયથી થયેલ સહજાનંદ પુનઃ પુનઃ સ્મરણ પથમાં આવતું હતું.
એ સમય કયારે આવે કે તે નિઃસ્પૃહી મહાત્માના સંગમાં અને સેવામાં હું રહું? તેઓની તરણ તારણ શુશ્રુષાને લાભ લઉં અને તેઓની અમૃત સહેદરી વાણીનું નિરંતર પાન કરૂં એવી સુભાવનાએના ઉમળકાઓથી તેઓનું હૃદય અલંકૃત હતું, પરંતુ સ્નેહીઓની આધીનતાથીજ વિરક્ત વિચારે સંસારમાં રહેતા હતા.