________________
કવિકુલકિરીટ (A man is known by the company he keeps ) લાલચંદભાઈના પવિત્રહદયમાં તત્કાવાહિની દેશના એ અનેરી જાગૃતિ આણું તેનાજ પ્રતાપે સંસારને છેડી, મનને ગુરુદેવની આજ્ઞામાં જોડી સંસારના મોહપાસને તેડી અવ્યાબાધ સુખને દેનાર સંયમપંથને આરાધવાની તીવ્રવેગી ભાવનાનું પુર હૃદય પટ ઉપર વહેવા લાગ્યું.
લાલચંદભાઈની ઉમર દશેક વર્ષની થવા આવી હતી. ગુર્જર વિદ્યાપીઠમાં ત્રણ ચેપડીને અભ્યાસ કરી ચૂક્યા હતા. શિક્ષકની પણ અજબપ્રીતિ પ્રબળબુદ્ધિ દ્વારા સંપાદિત કરી હતી.
વય વધવાની સાથેજ જળ પ્રવાહની જેમ વ્યવહારુ કુશળતા પણ વધી રહી હતી. શ્રીમદ્ કમળવિજયજી મહારાજ હાલમાં (શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ) પણ આ બાળ લાલની નિખાલસ માનસવૃત્તિ તલસ્પર્શી કુશાગ્રમતિ અને વાક્ચાતુરી જોઈ આકયાતે હતાજ. આ એક શાસનધોતક, સત્યપંથને પ્રચારક અને અજબ ઉપદેષ્ટા ભાવિમાં થાય એવી વિચાર સંકલના તેના પ્રતિ મનમંદિરમાં ગુંથી રહ્યા હતા.
મધુરવાણી દ્વારા આચાર્યશ્રીએ લાલચંદભાઈને સંસારની અસારતા સચોટ સમજાવી. તે બાળના હૃદયગત સંસાર ત્યાગવાના સાચા વિચારે જાણી લીધા. અને તે પછી તેમના કુટુંબીઓને કહેતા કે આ તમારે લાલ બાળ તે છે પણ જે તેને સારા સ્થાનમાં સંજી જૈનધર્મનું પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે તો શેડા જ સમયમાં નિષ્ણાત બની શકશે અને એવું સ્થાન જો કોઈ હોય તે વર્તમાનકાળમાં મહેસાણા ગણાય, ત્યાં જૈનધર્મના સારા સંસ્કારપૂર્વક ધાર્મિક જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. માટે ત્યાં જે તમારા લાલચંદને મોકલે જેથી ભાવિના જીવનમાં સારે પ્રકાશ પડે. અત્રેથી ભાવી પૂ. આચાર્ય દેવેશ વિચરતા વિચરતા મહેસાણું પધાર્યા. જ્યાં જેઓની દેશનાના કિરણોએ સારે પ્રકાશ પાડે, જનતા તેમના પ્રતિ એક મહાન મહાત્માની