SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિશખર કહીએ તે જન્મનાર લાલચંદભાઈની કુંડલીના ગ્રહચકો તેમના ભાવિજીવનની ઓજસમયી કેાઈ અનેરી જ કલ્પના કરાવતા હતા. શારીરિક ચિન્હો: બાળચંદ્ર સમા લાલચંદ્રભાઈના તેજરવી મુખડાપર ભવ્ય લલાટ અનેરીજ કિરણ પ્રસારતું હતું. મુખની હસમુખતા અને કેને આનંદનું સ્થાન બની રહી હતી. નેત્રોની નિર્મળતા અને વિશાળતા, ઓજસ્વીતા, કમલ દલેને શરમ પમાડતી હતી. વિશાળ હાથ અને રક્તિમા ભર્યા કમળપાદે ભાગ્યવંતની આગાહી આપવા આવેલ શુભકર્મના સંદેશ સમા શોભતા હતા. નાની વયમાં પણ શરીરની બલવત્તા, બુદ્ધિ, ચપળતા અને સર્વજન પ્રિયતા આ બાળમાં પૂર્વ સંસ્કારથી સહચારીપણું ધરાવતી હતી. શરીરપર દીપતાં ચિહે ભલભલાના શિરને ડોલાવતા હતા. વિદ્વાન પ્રેક્ષક વર્ગને કબૂલવું પડતું હતું કે સંઘવીદાસના કુટુંબરૂપી વંશાકાસમાં આ પુત્ર ચંદસમાન કીર્તિ અને યશને વધારનાર થશે. બાળવય: નિખાલસતા અને નિર્દોષતા જેટલી બાળકોમાં હોય છે તેટલી વૃદ્ધોમાં પણ કાઈક વખત અનુભવાતી નથી. નિર્દોષ આનંદનું જે BIU 3r67414 14 ( The best place of innocent joy) તે તે બાળવયજ છે. બાળક કુદરતે નિશ્ચિત અને ક્ષણક્ષણે અનેક આનંદ તરમાં મસ્ત રહેનારે હોય છે. મેહથી રૂઢ થયેલે એકપણ પદાર્થ તે મછલા જીવનમાં ઈષ્ટરૂપે નથી હોતે. નેતરની સોટી (cane) કુમળા કમળાને નાળ અને ઉત્પન્ન થતા નાજુકડા છોડ જેમ વાળવા ઇચ્છીએ તેમ વળી શકે છે. તેવી જ રીતે બાળપણમાં જેવા પ્રકારના સંસ્કારે નાખવામાં આવે છે તે સંસ્કારે એવાતે જડમૂળ અને દતર બને છે તેમાં પરિવર્તન ભાગ્યે જ થાય છે. બાળકનું માનસ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy