SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ બની શાસ્ત્રાર્થ આરંભવા તૈયાર થાય છે. પ્રાચીન કાળમાં અનેક સ્થાએ અનેક નિણત વિષયના નૃપ સભાઓમાં અનેકશઃ શાસ્ત્રાર્થો થતા મહાન જૈનાચાર્યો શાસ્ત્રાર્થોદ્વારા વિજયપતાકા ફરકાવી જૈનધર્મનું ગૌરવ વિસ્તારતા. હાલમાં આપણું ચરિત્રનાયક અસાધારણ વાદદક્ષતા ધરાવે છે. પંઝાબની વિરભૂમિમાં અનેક સ્થલેએ આર્ય સમાજો, દિગમ્બરે, સ્થાનકવાસીઓ અને અદ્વૈતવાદી વૈદાન્તિકે સહ અનેકશઃ જાહેર શાસ્ત્રાર્થો કર્યા છે. પોતાની બુદ્ધિ નયાથી શાસ્ત્રાર્થ સાગરને તરી ગયા છે, અને જૈનધર્મને વિજયડંકે અજબ બજાવ્યો છે. વન્દનાથે આવનાર પંઝાબી ભક્તવર્ગ તે દર્શનીય વાદ પ્રસંગને અદ્યાવધિ સ્મરે છે, અને પ્રશંસે છે. પઝાબથી આવ્યા બાદ ગૂર્જર ભૂમિમાં પણ પંડિતવર્ગ સહ ચરિત્રનેતાને બે ત્રણ જાહેર શાસ્ત્રાર્થોના પ્રસંગે સાંપડયા. જેમાં ગુર્જરવાસીઓએ પણ ચરિત્રનેતાની તીવ્રતાર્કિક મતિને, અને અસાધારણ વાદ કૌશલ્યને જરૂર અનુભવ કર્યો છે. ચરિત્રનેતાના એ પુનિત વાદ કૌરાલ્યની તે સમયની અનુભવી જનતા ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહી છે. પુણ્ય પ્રકૃતિ– વિશાલ વિશ્વના અખિલ ક્ષેત્રમાં દશમું નિધાન કહે અગર પંદરમું રત્ન કહે, નવમી સિદ્ધિ કહે કે મહાન દિવ્ય મદદ કહે તે તે માનવોની પુણ્ય પ્રકૃતિ જ છે. જેઓની પુણ્ય પ્રકૃતિ પ્રબલ અને પ્રતાપી હોય તેની મને રથ માલા રહેજે ફલવતી બને છે. ઝંખનાની સાથેજ ઇષ્ટ પદાર્થની સંલબ્ધિ થવી તે પણ પુણ્ય પ્રકૃતિ જન્ય પ્રસાદી જ છે. જ્યાં પુણ્યશાલીઓના પુનિત પગલાં ત્યાં ઉપદ્રની શાંતિ અને આનંદની ઉમિઓ ઉભરાયજ, આપના ચરિત્રનેતાની પુણ્ય છાયા હરેક સ્થલે પર અસાધારણ છાપ પાડે છે. જે ક્ષેત્રમાં ચરિત્રનાયકની પધરામણી થઈ છે અને થાય છે તે નિખિલ સ્થલેમાં ચરિત્રનાયકના ધર્મોપદેશથી માનવગણ વૈર વિરેને શમાવી અન્ય
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy