________________
કવિકુલકિરિટ માર્ગની સીધી સડક ઉપર સંયોજી રહ્યા છે, ટુંકામાં જેઓના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ નિર્વઘ અને હિતકારક અનુભવાય છે. તેવા ગુણગરિષ્ઠ ચરિત્રાગ્રણી આચાર્ય મહારાજશ્રીના પુનિત પ્રતાપે ઈડર શહેરમાં અનેરી ધર્મ પ્રભાવનાઓ ફેલાઈ તેમજ ગઢ ઉપર ગગનવગાહી વિશાળ અને ભવ્ય પ્રાચીન અને આદર્શ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં આજુ બાજુની દહેરીઓના તખ્ત ઉપર નવ જીનેશ્વર દેવની મૂર્તિઓ તેમજ જગત ઉપકારી પુણ્ય પ્રતિમૂર્તિ ન્યાયનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરજી મહારાજની અને નૈષ્ટિક આ બાલબ્રહ્મચારી સદ્ધર્મ રક્ષક ચરિત્ર નાયકના પરમ ગુરૂદેવ શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી મહારાજની ભવ્ય મૂર્તિઓની, તૈયાર કરેલા ભવ્ય ગેખલાઓમાં પ્રતિષ્ઠા કરવાની હેઈ, તે નિમિત્તે અસાધારણ મહત્સવ ઇડરની જનતાએ ઉત્સુક્તાથી પ્રારંભે.
એક સમય જેઓને ઈડરી જનતા પર અનહદ ઉપકાર થએલે અનેકધા ધર્મરત્નની પ્રાપ્તિ જેઓશ્રી દ્વારા મેળવેલી એવા અજોડ ગુણગરિષ્ઠ વિજય કમળસૂરિશ્વરજી મહારાજની ચિરસ્મૃતિ બનતી હોઈ કેમ જનતાને પ્રબલ ઉત્સાહ ન હોય?
પૂ. ચરિત્ર નાયકના આ ચતુર્માસને પ્રસંગ ઇડરમાં બન્યું હોય તે તે પારેખ અમૃતલાલ છગનલાલની આ મૂર્તિ બનાવવા અને પ્રતિષ્ઠા કરાવવાની અમાપ ઉદારતાજ મુખ્ય નિમિત્ત છે. જેઓએ સ્વ. વિજય કમળસૂરીશ્વરજી મહારાજની ચમત્કારિણી અને દિવ્ય પ્રતિમા કુશળ કારીગરે દ્વારા ભરાવી આચાર્ય દેવને પ્રતિષ્ઠા કરાવવા આગ્રહ ભરી વિનતિ કરી, અને ઈડર જૈન સંઘ પણ ઘણા વર્ષોથી, ચતુર્માસની આશા સેવી રહ્યો હતો. તે આશા પૂર્ણ થઈ.
સંવત ૧૯૯૫ ના મહાસુદ 9 ને દિવસ પ્રતિષ્ઠા માટે મુકરર થયે. પ્રતિષ્ઠા પહેલા આઠ દિવસ ગઢ પરના મંદિરમાં અષ્ટાબ્દિકા