________________
સૂરિશેખર
[ ૩૯૭ પુષ્પની સૌરભ સજજનોના હૃદયને મુગ્ધ બનાવવા સાથે ઉદાર વૃત્તિ અને પરોપકાર પરાયણતા શીખવે છે. આપણા ચરિત્ર નાયકની પ્રકૃષ્ટ પુણ્યાર્થે બલવંત અતિશય અને આકર્ષક ભવ્ય આકૃતિ માટે જણાવવા જેવું રહેતું નથી.
આ ઈડર શહેરના ચતુર્માસમાં અનેકાનેક સ્તુત્ય અને અનુદનીય કાર્યો થતાંજ ગયા. આશ્ચર્યરૂપે ચરિત્રનાયકના લગભગ સઘળાયે સાધુઓએ યોગમાં પ્રવેશ કીધો, આ સમયને લાભ લેવા સાધ્વીશ્રી મંગળશ્રીજીએ પિતાની શિષ્યા કંચનશ્રીજીની શિષ્યા જયાશ્રી તથા વિજયાશ્રીને યોગ કરાવવા સૂરિશેખરને વિનવ્યા તેઓએ રવીકાર કરી
ગ કરાવ્યું. સંધના હર્ષાતિરેકથી ઉપસ્થિત થએલ સઘળાય મહાન કાર્યો નિર્વિને શાન્તિ પૂર્વક પસાર થવા પામ્યા. ચતુર્માસ બાદ ગઢ ઉપર અનેક પ્રાચીન અને ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા તેમજ સ્વર્ગસ્થ પૂ. વિજયાનંદસૂરિજી મહારાજ સ્વ. પૂ. વિજય કમળસૂરિશ્વરજી મહારાજની પુણ્યાકૃતિમય પ્રતિકૃતિઓની પ્રતિષ્ઠા મહોત્સવને અવસર નજીક આવવા લાગ્યો. અપ્રતિમ પ્રભાવ સંપન્ન સ્વર્ગસ્થના પ્રતિ અત્રેની જનતા અંતઃકરણથી ભક્તિ વાત્સલ્યવાળી હતી. એટલું જ નહિ પણ અનેકધા ઉપકાર સણથી દબાયેલી હતી. એટલે પુણ્યપ્રતીકોના સ્મારક તાજા થતા હાઇ ઇડરી જનતા આનંદ બની ગરકાવમાં હવેગમાં આવતી ગઈ. મહેજો ચંચળ લક્ષ્મીને ઉદારતાથી વ્યય કરી આગામી ધર્મ મહોત્સવ અપૂર્વ ઉજવવાના ઓરતા સેવવા લાગ્યા. મંડળના સભ્ય જાતમહેનતથી મહત્સવને દીપાવવા ઉજમાલ થતા ગયા.
આખાએ ચતુર્માસના સુકાના શિખર પર ધ્વજા રોહણ સદશ આ ભાવી પ્રસંગ ઉજવો જોઈએ એમ સૌ કઈ ઈચ્છતા. પ્રતિષ્ઠા તથા પદ પ્રદાન–
જેઓના જીવનમાં ધર્મ પ્રભાવના ફેલાવવાની જબર ધગશ ઝળહળી ઉઠે છે, જેઓ પ્રતાપ સંપન્ન હેઈ અનેક જીવને શિવ