SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિશેખર t૨૧ ઘર નહિ. કેવળ કુટુંબજ નહી, બલકે અખિલ બાલશાસન ગામને શોભાસ્પદ બનાવી રહ્યાં હતાં એ એક બાલશાસનને શું! પરંતુ ભવિષ્યમાં પરમારાષ્ય જિનશાસનની ઉન્નતિ કરવા સાથે તેને યશોધ્વજ દિશિવિદિશિમાં ફરકાવવા સ્વાર કલ્યાણ સમજી સ્વજીવનને સમર્પણ કરનાર બાલકની આદર્શ જનેતા તરીકે બની તેણીએ અખિલ જિનશાસનને દીપાવ્યું છે. શૂરવીર સૈન્ય સમરાંગણના મોખરે ઉભા રહી શત્રુ સત્યના અનેકાનેક અણધાર્યો થતા આક્રમણોના ફટકાને ખમી પિતાના શરીરથી બેદરકાર રહી, જે વિજય પતાકા ફરકાવે છે. તે બધેય યશઃ તેના રાજાને જ વરે છે, તેવી જ રીતે પુત્રની બાલ્યાવસ્થામાં વિદ્યાપ્રાપ્તિમાં નિપુણતા વ્યાપાર વાણિજ્ય આદિ વ્યવહારૂં પ્રવૃત્તિઓમાં દક્ષતા, નિર્દોષ અને નિર્દભ તેમજ નિર્લોભતાથી જીવન સરણિ સગુણીઓના સંગકારા સ્વજીવનની ધર્મ-સંસ્કારમય કરેલી ખીલવટ સંસાર વિરક્તતા વિગેરે સગુણકારા મળેલ યશ અને પ્રતિષ્ઠા સહાગણ માવડીજને જ આભારી છે પીતાંબરશેઠ અને ભોળાભોળા મોતીબાઈના ગાહ-જીવનના સંબંધમાં ખંતીલા ખેડીદાસ નામના પુત્રને જન્મ થયે દિવસે દિવસે ખોડીદાસ વયમાં અને ગુણમાં વધતા ગયા એ ભાગ્યવંત દંપતી સંસારના મુસાફર તરીકે નિજ જીવન પંથને આનંદપૂર્વક વટાવી રહ્યા હતા ગુરૂઓના મુખારવિંદથી ઝરતાં ધર્મામૃત ઝરણુંને અલભ્ય માની પી રહ્યા હતા. સંસાર અવસ્થામાં હેવાછતાં, બને તેટલા વિરક્તભાવથી સ્વ સમય વ્યતીત કરતાં હતાં. ધન્ય છે? ધન્ય હે? માતા મોતી ને !: તેજ સુશીલ સુગુણવંતી સતીઓ હાર્દિક નમન વંદનનેને ઉચિત છે, કે જે જનનીઓએ પરહિતના વિશુદ્ધ એયને અવલંબી યાહેમ કરનાર શૂરવીર અને ધીર બેટાઓને ઉદાર દિલથી શાસનના ચરણે ભેટ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy