________________
સરિશેખર
[ ૩૭૧ પ્રવીણવિજ્યજી પાસે રહી અભ્યાસ કરી પિતાના આત્માને વિશેષ વિરાગ્યવંત બનાવ્યું હતું. તેઓ પણ પિતાની દીક્ષા માટે મહારાજશ્રીને વિનતિ કરવા ખંભાત ગયા હતા. દીક્ષા પ્રદાન –
તેમની દીક્ષા નિમિત્તે ત્યાંના દહેરાસરમાં અઠ્ઠાઈ મહોત્સવ તેમના તરફથી માંડવામાં આવ્યો હતે. તથા કંકોતરી પણ કાઢવામાં આવી હતી. દીક્ષાના આગલે દિવસે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતે. દીક્ષાભિલાષિ ભાઈ શાંતિલાલ ઘોડાગાડીમાં બેસી છૂટે હાથે દાન આપી લક્ષ્મીની ચંચળતા સુચવી રહ્યા હતા. પ્રભુની પાલખી વરઘોડામાં હોવાથી પૂ. આચાર્ય મહારાજશ્રી આદિ મુનિવરે પણ વરડામાં પધાર્યા હતા. બહારગામથી તેમના શેઠ ચુનીલાલ તલકચંદ વિગેરેએ આવી આ પ્રસંગે ભાગ લીધે હતા. દીક્ષાના આગલે દિવસે તેમને જબુસરના સંધ તરફથી માનપત્ર આપવામાં આવ્યું હતું. આ વરઘોડાથી જૈનેતરને ઘણીજ અનુદના થઈ હતી. પારસીના જીનમાં બાંધેલા વિશાળ મંડપમાં સંવત ૧૯૯૪ ના માગશર સુદ ૧૦ ના શુભદિવસે પૂ. આચાર્ય મહારાજશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી સુશીલવિજયજી રાખી મુનિશ્રી પ્રવીણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દીક્ષાને ખર્ચ તથા સંધજમણ વિગેરે શાંતિલાલ મગનલાલ તરફથી કરવામાં આવ્યો હતું. એક દિવસ જંબુસરના સંધ તરફથી પણ સંધજમણું કરવામાં આવ્યું હતું. જબુસરના સંઘે આવેલ મુનિવરની તથા સાધર્મિક ભાઈઓની ઉલ્લાસપૂર્વક ભક્તિ બજાવી હતી. આવી દીક્ષા જબુસરના આંગણે લગભગ સે વર્ષો પછી થઈ હશે એમ કેટલાક વૃદ્ધોનું કહેવું હતું, દીક્ષાદિને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. અત્રે મહારાજશ્રીની સ્થિરતા દરમ્યાન હમેંશ પ્રવચને ચાલતા હતા તથા બે જાહેર ભાષણે પણ થયા હતા. તે દિવસે મુનિશ્રી સુમિત્રવિજયજીને વડી દીક્ષા આપી. પૂ. આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા.