SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કવિકુલકિરીટ બાધિ બીજ, અને ધર્મદઢતા વિગેરે મનમોહક મીતિકે કુટુંબના જીવન અંગને વિશેષ ઝળકાવી રહ્યા હોય ! જે કુટુંબરૂપ કુસુમ બગીચામાં વિનય, વિવેક, ઔદાર્ય, ધર્ય, શૌર્ય આદિ ભાત ભાતના રંગબેરંગી સહામણા સુહામણુ સુમનની કોમળ કળાએ ખીલી ખીલીને સ્વ–સુમધુર સૌરભથી અનેક ગુણ પ્રેમી ભમરાઓને આકર્ષી રહી હેય તેજ કુટુંબે અલંકાર સમા છે. સોહામણા ભાગ્યના સિતારાથીજ ઉત્તમ કુટુંબમાં જન્મ થાય છે ઉત્તમ વંશમાં જન્મ એ આપોઆપ ઉચ્ચ અને રસિક સંસ્કારેને મજબૂત બનાવે છે. ઉચ્ચ વંશની પ્રાપ્તિ એ હેજે સાંપડતી નથી માન પ્રતિષ્ઠા વ્યવહાર વર્તણુંક બુદ્ધિ બાહુલ્ય વિચાર વિશદતા વિગેરે ગુણમાલાઓ ઉત્તમ વંશરૂપી વૃક્ષની વેલડીઓ સમાન તે તે વંશમાં ઉત્પન્ન થનાર ફરજનને અનાયાસે વીંટાઈ વળે છે જેવી રીતે મેરના ઈડને કળાકુશળ કારીગરોને વિવિધ રેચક રંગે ચિતરવા આપવામાં આવતા નથી પરંતુ સ્વભાવથીજ ( naturally ) તે રંગે તેને મળેલ હોય છે. તેવી જ રીતે ઉત્તમ કુલમાં આવનાર છવને સાવલી સહેજે બાળવયથી જ વરેલ હોય છે. તે કુટુંબને ભૂરિ ભૂરિ ધન્યવાદહો, તે કુટુંબને સહસ્ત્રશઃ અભિનંદન છે, જે કુટુંબમાં– जिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि. जिनधर्माधिवासितः ॥ આવા–જીવનને આદર્શ બનાવનાર ઉદાર ભાવનાના સંગીન સરે અહેનિશ વિપત્તિ કે સંપત્તિમાં એક સરખા ગુંજી રહ્યા હેય ! કે જ્યાં જૈનધર્મવિહીન એવી મહાન ચક્રવર્તિઓની વિપુલ સંપત્તિઓ સાંપડતી હોય, તે તે અમને ભલે ન હેય. પરંતુ શ્રી ઇશ્વરદેવના ધર્મથી રંગાએલું, વિશ્વત્રાતા તીર્થંકર પ્રભુની આજ્ઞાને શિરસાવંધ માનનારું
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy