________________
સૂરિશેખર
[ ૩૨૩ પહોંચ્યા હતા પાછે લઈ જવા ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ ચાણસ્મા સંઘને ત્યાગ પ્રત્યે અપૂર્વ પ્રેમ અને કાન્તિલાલની સંયમ પ્રત્યે અપૂર્વ દઢતા આ બેના શુભયોગે તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. ખંભાતથી વિહાર –
ખંભાતથી વિહાર કરી કાવી ગધારની યાત્રા કરી મહારાજશ્રી આમેદ મુકામે સસત્કાર પધાર્યા. ત્યાં ભરૂચ વેજલપુરના શા ભુખણદાસ ભગવાનદાસે પિતાને ત્યાં પિતાના પુત્રના લગ્ન પ્રસંગે શાંતિ સ્નાત્ર તથા અઠ્ઠઈ મહત્સવ તથા પાવાપુરી શત્રુંજય વિગેરે રચનાઓથી અપૂર્વ ઠાઠ કરવાના હતા. એ પ્રસંગે આચાર્યશ્રીને પધારવા વિનતિ કરવા આમદ મુકામે આવ્યા હતા. તેમની વિનતિને સ્વીકારી આચાર્યશ્રી સસત્કાર ભરૂચ વેજલપુર પધાર્યા, અત્રે આઠ દિવસ લગભગની સ્થિરતા થઈ હતી, હમેંશ સુંદર પ્રવચન પણ ચાલતા હતા, ઓચ્છવ પહેલા મહારાજ શ્રી આદિ ઝઘડીયા નજીક હોવાથી ત્યાંની જાત્રાને પણ લાભ ઉઠાવ્યો હતો બે દિશાની વિનતિ–.
ભરૂચ મુકામે એક બાજુ સુરતથી મુનિશ્રી લલીતોગવિજ્યજીના ચાતુશ્રી પિતાના સંસારી પુત્રને વડી દીક્ષા સુરતમાં પિતાના આંગણે આપવાની ભાવનાથી આચાર્યશ્રીને પધારવા જોરશોરથી વિનતિ કરી રહ્યા હતા, બીજી બાજુ ખંભાતથી શા ગુલાબચંદમૂળચંદ પોતાની પુત્રી કાન્તા બેનને પૂ. આચાર્યશ્રીના હસ્તેજ દીક્ષા અપાવવાની તીવ્ર ભાવનાથી તથા મુનિશ્રી અજીતવિજયજીની પણ એ પ્રસંગે વડી દીક્ષા કરાવવાની ભાવનાથી ભરૂચ મુકામે વિનતિ કરવા આવી પહોંચ્યા હતા. બને પ્રસંગે શાસન વૃદ્ધિના કારણ હોઈ બનેની વિનતિને પૂ. ચરિત્ર વિભુએ સ્વીકાર કર્યો. અને પ્રસંગેના મુહૂર્ત નિકટ નિકટ હોઈ આચાર્યશ્રી એકદમ ભરૂચથી વિહાર કરી સુરત મુકામે પધાર્યા ઝવેરી