________________
૩૨૨ ]
કવિકુલકિટિ
પૂ॰ આચાર્ય શ્રીના વરદહસ્તે સંયમપ્રદાનની ક્રિયા કરાવવામાં આવી હતી. લક્ષ્મીચંદનુંનામ મુનિશ્રી લલીતાંગવિજયજી રાખી આચાર્યશ્રીએ પોતાના શિષ્ય તરીકે અને અમૃતલાલનુ` નામ મુનિશ્રી અજીતવિજયજી રાખી તેમને મુનિરાજ શ્રીમદ્ જયન્તવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યો હતા. તથા સકરીબેનનું નામ સાધ્વીશ્રી સરસ્વતીશ્રી રાખી તેમને વલ્લભશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તથા ડાહીબેનને પ્રભાત્રીના શિષ્યા કરી તેમનુ નામ દમયંતીશ્રી રાખ્યું હતું.
સંવત ૧૯૮૮ ના ખંભાતના ચાતુર્માંસમાં જનતાના આગ્રહથી ભગવતીસૂત્રની વાંચના શરૂ કરી હતી અનેક પૂછાતા પ્રશ્નોના ખુલાસા આચાર્યશ્રી સારીપેઠે કરતા હાવાથી મેટી મેદનીમાં સહ લેાકેા ભાગ લેતા હતા. અત્રે અઠ્ઠાઈ મહાત્સવ, સ્વામીવાત્સલ્યે વિગેરે ધમપ્રભાવનાના કાર્યો સારા પ્રમાણમાં થયા. ધુવારણના આરે આચાર્યશ્રીના ઉપદેશથી એક નાના ઉપાશ્રય અધાવવામાં આવ્યે હતા. કાવી જતાં આ સ્થળે દરેક સાધુ સાધ્વીને મુકામ કરવા પડે છે.
મુમુક્ષુ કાન્તિલાલ—
ચરિત્રનેતાના અપૂર્વ ઉપદેશથી શા કાન્તિલાલ મૂળચંદનું લગભગ ઓગણીસ વર્ષની યુવાવસ્થામાં હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. અસાર સંસારને ત્યાગ કરી સયમ આરાધના કરવા તેનું જીગર ઉલસિત અન્ય. માતા પિતાની આજ્ઞા ન મળવાથી કેટલાક વખત સંસારમાં ા, પરન્તુ સ ંયમ તરફ હૃદય ખૂબ ઢળેલુ` હાવાથી અને માત પિતાની આજ્ઞા મળી શકવી અત્યંત મુશ્કેલ માલુમ પડવાથી, તેઓ એકદમ ચાણસ્મા પહેાંચી ગયા, ત્યાં ચરિત્ર નેતાના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજ પાસે માગસર વદ ખીજના શુભ દિવસે સંયમી બન્યા, તેમનુ નામ મુનિશ્રી કીર્તિવિજયજી રાખી મુનિરાજશ્રી લક્ષણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. પાછળથી તેમના માત પિતાને ખબર પડતાં એકદમ ચાણસ્મા મુકામે જઈ