________________
સુરિશખર
[ ૩૧૭ ચાલતા પ્રવચનેથી ધર્મપ્રેમી વર્ગ ખૂબજ મકકમ બન્યો હતો એટલે તેઓ તરફથી આવતી વિદન વાદળીઓને વિખેરવા સાવધ રહે. ધર્મનિષ્ઠ કસ્તુરભાઈ શેઠે સરકારી માણસને ત્યાગમાર્ગ પ્રતિ પેટે ખળભળાટ કરનાર વિરેધીઓને પરિચય કરાવી દીધા હતા. એટલે ત્યાં પણ તેમનું કાંઈ ચાલે તેમ ન હતું. ખરેખર ચરિત્રનેતાએ અત્રેની જનતા ઉપર ત્યાગની મહત્તાની એવી ઉંડી અસર નાંખી હતી કે જેના પ્રતાપે ખંભાતની જનતા અત્યંત નીડર બની ધર્મ કાર્યોમાં ભાગ લેતી હતી.
સ્થંભનપુરના આંગણે ચરિત્રનેતાના વરદ હસ્તે સ્ત્રી પુરૂષની મલી લગભગ પંદરેક દીક્ષાઓ થઈ હતી.