SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર r૧૩ ચમકદાર રત્નના શણગાર સમા થયા છે. તે રત્નાએ આ શાસન મહેલને ઘણે ઘણજ દેદીપ્યમાન ને ઝળકતે રાખે છે એ નિઃશંક બીના છે. એ જ્ઞાનદિવાકરેની શક્તિઓ અને તેજ અમાપ છે. એ તેજીલા રત્નના દીવ્ય તેજને આંકવાનું કાર્ય અમારી શક્તિ બહાર છે, પરંતુ આધુનિક સમયના પ્રભુમહાવીરની પંચેતેરમી પાટ દીપાવનાર એક નિર્મળ જીવન-જીવી ઉપકારમૂર્તિ અને શરણ્ય વરેણ્ય મહંતવર્યની આછી જીવનરેખા આલેખવા સક્રિય–શક્ય યત્ન પૂર્વક કેવળ ભક્તિ ઉછરંગથી પ્રેરાઈએ છીએ. જોકે તે ઉપકારમહેદધિ મહર્ષિનાં સુચિરસમાગમ અને પૂર્ણ અનુગ્રહથી જે અમને અસાધારણુલાભ મળે છે તે ત્રણથી સહેજે મુક્ત થઈએ તેમ નથીજ તેય પણ તેઓ પ્રતિનું સેવાકર્તવ્ય સમજીને યત્કિંચિત ફરજને સાનંદ અદા કરીએ છીએ. વીસમી સદી તરૂણ વયમાં ખીલી રહી હતી દેશકાલને અનુલક્ષી જનવર્ગ પિતપતાના ઈષ્ટકાર્યોમાં ગુંથાઈ રહ્યો હતો, અને કે વ્યવહાર નૌકાદારા જીવનસફરને વિતાવી રહ્યા હતા, ચિતન્યવાદને ભૂલી જડવાદમાં જકડાઈ રહ્યા હતા, પાપ પુણ્યના વિવેકથી વંચિત બની કેવળ પાપાચારના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા, અને જ્યારે બ્રાતિના વમળમાં ગુંચાયેલી ભારત જનતા, અણમેલ અને આદર્શ સંતની ઝંખના કરી રહી હતી. કારણકે જે હતા તે સંખ્યામાં અલ્પ હતા. તેવા સમયે તે જનતા પિતાના પ્રબળ પુણ્ય પ્રાગભારથી આછાં આછાં ઉન્નતિના ચિહેને નિહાળવા ભાગ્યવંત બની. પ્રત્યુષની પ્રિયતા:– પ્રસૂને મૃદુ મૃદુ મંગલ મય સમય સઉને અત્યંત પ્રિય હેય એ સ્વાભાવિક છે. જ્યાં ભાવિને સુખમય પ્રકાશ થનાર છે. જેના ગર્ભમાં અનેકવિધ સુરમ્ય નવ્ય પ્રવૃત્તિઓનો પ્રાદુર્ભાવ થનાર હોય છે,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy