________________
૨૬૪ ]
કવિકુલકિરીટ યલા તેમજ શાસનપ્રભાવનાની ધગશવાલા હતા. પૂજ્ય મુનિવર્યોની સેવામાં અને તેઓશ્રીની પાસે નવીન તત્વજ્ઞાનને અભ્યાસ કરવામાં તેઓ રસીકચિત્ત હતા. ગુર્જરભાષાનું, ઇંગ્લીશભાષાનું તેમજ પ્રકરણ વિગેરેનું જ્ઞાન તેઓએ સામાન્ય રીતે મેળવી લીધું હતું. રત્નસાગર જૈન બોડીગમાં તેને લગતી સ્કુલમાં કેટલાક વર્ષો ગૃહપતિ તરીકે તથા માસ્તર તરીકે રહ્યા હતા. જેઓના અસ્તિત્વ દરમ્યાન કુમળી વયના કાગળ જેવા કેરા હૃદયવાલા બાલકના જીવનમાં સુધર્મના સંસ્કારની સુંદર રેખાઓ દેરી. તેમજ સુરતની જૈનપ્રજાને તેમને માટે સારું માન હતું. તે પછી શેઠ નગીનભાઈ ભાણાભાઈ કસ્તુરચંદ જરીવાલાની પેઢીમાં મુનિમ તરીકે ડાકવર્ષ કામ કર્યું હતું. ધમીએ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ધર્મના સંસ્કારે રેપે. ત્યાં પણ કેટલાક ધર્મ શંસયવાલાઓને મુમુક્ષુ છગનલાલે શંકાવિહીન બનાવ્યા હતા. ધન્ય આવી માતાને –
પોતે દીક્ષા સ્વીકારવાની તૈયારી કરી રહ્યા હતા, જે પિતાની દાદીમા માટે અટક્યા હતા તે કાળધર્મને પામ્યા હતા. એટલે હવે પિતાની માતુશ્રી મણીબેન તથા ભાઇનેજ મનાવવાના હતા. માતુશ્રીને દઢ રાગ હોવા છતાં પિતે અનેક યુકિતઓથી તે રાગને મંદ બનાવ્યો અને એમના બીજાભાઈ માસ્તર હીરાલાલ સારા ધાર્મિક શિક્ષક હતા એટલે માતાએ હીંમત રાખી રાજીખુશીથી દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપી. ધન્ય આવી ધર્મ સંસ્કારિત જનનીઓના પવિત્ર હૃદયને કે જે પિતાના પુત્ર રત્નને વરધર્મની સેવા માટે પોતાના જ હાથે સુપરત કરવા તૈયાર થાય છે. દીક્ષા નિમિત્તે વડે–
માસ્તર છગનલાલે સંસાર ત્યાગવાના વિચાર મક્કમ બનાવ્યા. આજ્ઞા પણ મેળવી, સૂર્યપુરની જનતામાં આ વાત જાહેર થઈ ગઈ.