________________
છે પ્રકરણ ૨૩ મું.
પદને કેણ દીપાવે–
છે. ખરેખર આચાર્યપદ એ જૈનશાસનમાં થેડા મહત્વને પ્રશ્ન નથી.
જૈનશાસનના સંચાલક, કટેકટીના પ્રસંગે જૈન શાસનને અબાધિત રાખવામાં કટીબદ્ધ રહેનાર, દેવગુરૂ અને ધર્મ ઉપર આવતા આક્રમણને
અટકાવવા, સત્વશાલી આચાર્ય દેવો જ તે પદને દીપાવી શકે છે. સુભટ પદવીમાં અને રાજપદવીમાં જોખમદારીને જેટલે ફરક છે. એટલે જ નહિ પણ આચાર્યપદમાં અને મુનિપદમાં તેથી અધિક ફરક છે.
જ્યારે જ્યારે ધર્મને હ્રાસ થતું હોય, જ્યારે જ્યારે ઉન્માર્ગ વૃદ્ધિગત થત હોય, જ્યારે જ્યારે પાખંડીઓ પોતાના નિરંકુશ જાળથી ભકિક આત્માને ફસાવતા હોય ત્યારે ત્યારે શાસનની સેવા માટે સન્માર્ગની વૃદ્ધિ માટે આચાર્યવને ભગીરથ પ્રયત્ન કરે પડે છે.