________________
૨૮ ]
કવિકુલકિરીટ હતા. તેમના દર્શનાર્થે અમદાવાદ વિદ્યાશાળામાં ઉપાશ્રયે પધાર્યા. શાન્તમુદ્રાભિરામ બાપજી મહારાજને વંદન કરી જીવનની કૃતકૃત્યતા માનવા લાગ્યા. ગુણાગ્રહિતા—
ગુણગ્રાહી વયેવૃદ્ધ આચાર્ય મહારાજે પણ ચરિત્રનાયકની વાદવિવાદેથી મેળવેલ નિષ્કટક વિપુલ કીતિની જાહેર લેકચર દ્વારા હજારે
ને અર્પેલ સદાચારી જીવનની મુકતકંઠે ભૂરિ ભૂરિ પ્રશંસા કરી, અને ભાવિમાં વિદ્યમાન શક્તિઓ અતીવ ઉજજવલ બને એવા આશિર્વચને કાઢયા. બસ આ સમયના મેલાપથી ચરિત્રનાયકના પ્રતિ પૂ. બાપજી મહારાજની નિર્દોષ ધર્મપ્રીતિ અવિહડ બંધાણી. જે અદ્યાવધિ જેવીને તેવી જ નહિ બકે વૃદ્ધિગત થતી આવે છે. ચરિત્ર નાયકને પણ તેઓશ્રી પ્રત્યે પૂજ્યભાવ વધતે ગયે. એક માસની સ્થિરતા–
અમદાવાદની જનતાના અતીવ આગ્રહથી લગભગ એક માસની સ્થિરતા કરી. અત્રેની જનતાને ચરિત્ર નાયકને પ્રથમ પરિચય હતે હંમેશ વ્યાખ્યાને થતા જનતા વિશાળ સંખ્યામાં આવવા લાગી. કેટલાક સમય વિદ્યાશાળાને વિશાળ હોલ હોવા છતાં જનતાને બેસવાની સંકેચતા રહેતી. વ્યાખ્યાનની એવી અજબ પ્રભા પડી કે સૌ કઈ દુન્યવી આવશ્યક વ્યવસાય મૂકી મૂકીને વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. ચરિત્ર નાયકની ભર યુવાનીની અજબ શક્તિ બુલંદ અને મધુર ધ્વનિ અગાધ શાસ્ત્રનું તત્વ જ્ઞાન તથા લલિત વિસ્તરાનું વાંચન એટલે જનતા મુગ્ધ બને એ સ્વાભાવિક હતું. વીરવિભુનું જન્મ કલ્યાણક
સંવત ૧૯૮૦ ના ચિત્રમાસની ત્રદશીના દિવસે વીરજન્મ કલ્યાણક ઉજવવાને પ્રસંગ પણ આવી લાગે, પ્રથમથી જ એ બાબ