________________
ર૧૪ ]
કવિકુલકિરીટ સંઘ વચ્ચે પિતે દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી અને પહેલા થયેલ સગપણને નિષેધ કર્યો. કહો કે ભર યુવાનીમાં પરણવાની તૈયારીમાં સ્ત્રીને ત્યાગ કર્યો. તેમની માતુશ્રી બહુ વૃદ્ધ અને ધર્મ ધ્યાનમાં પરાયણ હતા, પિતાજી બાલવયમાં સ્વર્ગસ્થ બન્યા હતા. ધર્મ પરાયણ માતાજીની દીક્ષા લેવાની આજ્ઞા થઈ ચુકી હતી. વલી જીવણભાઈ પણ બહેશ હોઈ અનેકને ધર્મનું સ્વરૂપ સમજાવી શકતા હતા. કૌટુંબીક વર્ગની આજ્ઞા પણ પિતે દક્ષતાથી મેળવી લીધી હતી. એટલે બેરસદમાં દીક્ષા લેવાની શુભ ભાવનાથી ચરિત્રનાયક પાસે આવ્યા. અને પિતાની મનોકામના પ્રગટ કરી. ગુરૂદેવને નિશ્ચય પણ હતું કે જીવણભાઈનું કુટુંબ ધર્મપરાયણ છે એટલે દીક્ષા અર્પણમાં કોઈ જાતનું વિદન આવે એમ નથી. ગામના કેટલાક ધર્મપ્રેમી આગેવાનોએ સંયમની શુભ ક્રિયાઓ માટે તૈયારી કરી. આ સમયે ચરિત્રનાયક પાસે મુનિ શ્રી લક્ષણવિજયજી મહારાજ તથા મુનિ શ્રી ભુવનવિજયજી હતા.
દુનિયામાં એવા સાધારણ નિયમ હોય છે કે ધર્મમાં નહોય તે પણ ગમે ત્યાંથી વિદને અચાનક આવીને ખડા થાય છે. આવા પ્રસંગે અબેલતા બોલતા થાય છે, અસંબંધીઓ સંબંધી થઈને આવે છે. વલી કેની ગાય કેનું ખાય હાં કે તેનું નખેદ જાય એ કહેવતને ચરિતાર્થ કરનારા કેટલાક વિદ્યા સંતેષીઓએ અત્રે એવું ખોટું વાતાવરણ ફેલાવ્યું કે જેથી જૈન જૈનેતરે તમામ અપૂર્વ સંયમની ક્રિયાને અટકાવવા કટીબદ્ધ બન્યા. પૂજ્ય ચરિત્રનાયક શાન્ત પ્રકૃતિના હતા, સરલ આશયી અને સમયસૂચકતા વાપરવામાં કુશળ હતા. હમણા વિશેષ તફાનને સંભવ જાણી તે કાર્ય મેકુફ રાખ્યું. | વાંચક વિચારે કે માતા તથા કૌટુંબી વર્ગની રજા હોવા છતાં વિના લેવા દેવાએ ધાંધળ કરવામાં ટેવાયેલા કેવા અંતરાય પહાડ ઉભા કરે છે. આવા અજ્ઞાનીઓથી જગત ભરેલું છે અને તે બીચારા આવા ધર્મ કાર્યમાં અંતરાય કરી ભ ભવને વિષે દુગતિમાં રખડવાનું હાથે વહેરી લે છે.