SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૨] કવિકુલકિરીટ કેશરીચંદ અને દીપચંદ આદિની સાથે પ્રતિષ્ઠાના માંગલીક દિવસે ઉમેટા આવી પહોંચ્યા. પ્રજ્યાપ્રદાન– પ્રાત:કાલને સાત વાતાવરણમય સમય હતે. જનતા દેવીપ્રતિકાના વ્યવસાયમાં હર્ષભેર ઘેલી બની હતી. તે જ સમયે છબીલદાસનું આગમન થયું. વીજળીવેગે આખાયે ગામમાં એ શુભ સમાચાર વ્યાપ્યા. આ ગામમાં દીક્ષાને અવસર પ્રથમજ હતા. અખિલજનતા ધર્મ મહત્સવના સુઅવસરને વધાવવા, નીરખવા અને અનુમોદવા ઘણાજ હર્ષથી સજજ બની, વિશાળ ચોગાનમાં સમવસરણ રચાયું. પૂજ્ય ચરિત્રનાયક ના વરદ હસ્તે પ્રવજ્યાપ્રદાન કરવામાં આવ્યું. તેમનું નામ શ્રી ભુવનવિજયજી રાખી ચરિત્રનાયકના શિષ્ય તરીકે જાહેર કર્યા દક્ષાના અવસરે અત્રેની જનતાને હર્ષ અમાપ હતે. નવીન મુનિ શ્રી ભુવનવિજયજીને ઉપાધિ વહેરાવવા માટે ઘી બોલતા હિરણ -૧૨૦ રૂપીઆ બોલી અર્પણ કર્યો હતે. એવીજરીતે બીજી ઉપધિની પણ ઉપજ સારી થઈ હતી. અંતે સંયમપાલનમાં દટતા થાય એવી હૃદયભેદિની દેશના આપી હતી. દક્ષાબાદ પ્રભાવના તેમજ ભવ્ય સમારોહથી વડે ચઢયે હતે. પુન: છાણીમાં– એટલામાં છાણી સંઘના આગેવાનોની વિનતિથી સસ્વાગત ચરિત્રનાયક પૂજ્ય ગુરૂદેવની સેવામાં પધાર્યા. વ્યાખ્યાનમાં વિશેષ આવકમાંથી ગણધરવાદ શરૂ કરવામાં આવ્યો, ગણધરવાદની યુક્તિ પ્રયુકિતને બદરરૂપમાં બનાવી કેટલીક તદનુકુલ તકવાદની દલીલે ઉભી કરી પ્રકૃત વિષયને એવો ચર્ચતા, કે સૌ કોઈ સહેલાઈથી સમજી શકતા હતા. વળી આપણા ચરિત્રનાયકના ઉપદેશબળથી ઘણા યુવાને પ્રતિક્રમણ, પૂજા આદિ ધર્મ અનુકાનમાં ખૂબ ભાવનાપૂર્વક રસ લેતા થયા, સંપ્રતિરાજાના
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy