________________
સૂરિશેખર
[ ૨૧૧ મૂકી શકતા ન હતા. પણ પિતાના પુત્ર છબીલદાસને પોતે હમેશા સંસારની વિકટ પરિસ્થિતિનું ભાન કરાવતા. સંયમ માર્ગે વળવાની પ્રેરણ કરતા. પિતે ન લઈ શક્યા તે માટે હતભાગ્યતા બતાવતા, સંયમ સિવાય કંઈપણ આત્માનું કલ્યાણ થયું નથી. મનુષ્ય જન્મની સાચી સાર્થકતા સંયમના સ્વીકારથીજ છે. દુન્યવી વિષય વિલાસને ભેગવવામાં મનુષ્ય જન્મની વાસ્તવીક સાર્થકતા હતા તે તીર્થકરે. ચક્રવતીઓ, રાજા મહારાજાને રાજરિદ્ધિ, સ્ત્રી પરિવાર વિગેરે સાહીબી છેડી સંયય અંગીકાર કરવાની જરૂરજ શી હતી? વિગેરે ઉપદેશ હમેંશ આપતા હોવાથી છબીલદાસના પણ ધર્મસંસ્કારે મજબુત બનતા ગયા. એટલે પિતેજ સંયમની માંગણી કરી. તે માગણીને ખીમચંદભાઈએ વિના આનાકાનીએ સ્વીકારી. ધન્ય છે આવા ધમી પિતાઓને કે જેમના કુળમાં અવતરેલ પુત્રને નાનપણથી જ ધર્મના સંસ્કાર પાડી. અનાદિ કાળની રખડપટ્ટી પછી મળેલ માનવ જીવનની સાચી સાર્થકતા કરનાર સંયમી જીવન જીવવાની સતત પ્રેરણા કરી સદ્ગતિના ભાગી બનાવે છે. આવા માત પિતાઓ ભાગ્યેજ જબર પુણ્યના ઉદયથી કઈ ભાગ્યશાલીને જ મળે છે, બાકી ખાલી જન્મ આપનાર માતાઓ તથા સત્તરપંચ પંચાણું બે મૂક્યા છુટના, લા પટેલ સત્તાણું સો માં બે ઓછા આવા હિસાબે કરી પાંચ પચાસ હજાર રૂપીઆને વારસે આપી, અન્યાય, કપટ અને દગાથી મેળવેલા પાપને પિટલે પિતાને શીર ઉપાડી દુગતિના મેમાન થનારા પિતાએ તે ઘેરઘેર અને સ્થળે સ્થળે છે. પરંતુ ધર્મને વારસો આપી શાશ્વત સુખના ભાગી બનાવનાર પિતા તે ભાગ્યે જ સાંપડે છે. દીક્ષા માટે પ્રયાણુ–
સંયમ લેવાની આજ્ઞા આપવા સાથે સંયમની કઠીનતા વ્રત પાલનની દુષ્કરતા અને બાવીશ પરિસહની સમજણ પણ આપી. પિતાની લેખિત આજ્ઞા લઈ તે છબીલદાસ કેટલાક પિતાના મિત્રો,