________________
૨૦૨ ]
કવિકુલકિરીટ સૂરિશેખર આદિ વિહાર કરતા વડોદરા શહેરની નજદીકમાં પધાર્યા વડોદરાના અગ્રગણ્ય શેઠીઆઓએ આવી વડેદરા પધારવા આગ્રહભરી વિનતિ કરી ઉપકારનું કારણ સમજી આચાર્ય દેવેશ પિતાના વિદ્વાન શિષ્ય વ્યાખ્યાવાચસ્પતિ મહારાજ આદિ બહેળા મુનિગણ સહિત
ત્યાં પધાર્યા. ધર્મોત્સુક વડોદરાના સંઘે સ્વાંગણમાં કલ્પવૃક્ષ સમા ત્યાગીશ નિસ્પૃહ ચૂડામણિ સદ્ધર્મરક્ષક આચાર્ય દેવેશની પ્રશસ્ય આકર્ષક પધરામણી કરી.
વડેદરાની જનતા આ સમયે અનેરી ધર્મ રંગતામાં રંગાઈ આ સમયની વૃદ્ધ જનતા શ્રીમંત અને ઉદાર તેમજ ત્યાગી સાધુઓની સેવામાં પરાયણ અહર્નિશ રહેતી. રાજ્યકારોબારીમાં જૈન જનતાની લાગવગ મેટા પ્રમાણમાં આગળ પડતી હતી. તેમ કેટલાકે તે રાજતંત્રમાં યોજાયેલા પણ હતા. એટલે અનેકની પ્રેરણાથી ધર્મ પ્રવચનને અને આચાર્યવર્યના પુનિત દર્શનને લાભ રાજવર્ગ પણ મેટા પ્રમાણમાં લાભ લેતે.
ચરિત્ર નાયક વાચસ્પતિજી મહારાજના પ્રભાવિક વ્યાખ્યાનેને લાભ અત્રેની જનતાને મળતે ગયે. તે સમયના વ્યાખ્યાનની અલભ્ય
હેરીઓમાં મહાલેલી અને ઝુલેલી જનતા તેના અપૂર્વ સ્વાદને સ્મૃતિપથથી હજુપણ ભૂલી નથી. બુલંદ અવનિ, છટાદાર આકર્ષક ભાષા, નંદિસૂત્રના તત્વોનું અગાધજ્ઞાન અને માધુર્ય રસનું નિર્ઝરણું વિગેરે આકર્ષકગુણલીતદેશના પ્રવાહમાં અપૂર્વ રસથી જનતા સેત્સાહ યોજાઈ રે સુધા વસતિ વૈ મળવનાન” એ વાક્યને ચરિત્રનાયકે અત્રેની જનતામાં યથાર્થ રૂપ કરી બતાવ્યું.
સરિશેખરના પુણ્ય પ્રભાવથી સં. ૧૯૭૭ નાં ચતુર્માસ દરમ્યાન ધર્મ પ્રભાવનાના અનેક સ્તુત્ય કાર્યો થયાં. વાંચક વગે કમલ પ્રબંધમાંથી તે જોઈ લેવા. અત્રે અસામાયિક હોવાથી પુનરૂક્ત દેશના ભયે અત્રે ન લંબાવતા વિરમીએ છીએ.