________________
સરિશેખર
* ૧૮૫
નરસંડા તરફ પ્રયાણ –
ચાતુર્માસ બાદ ખંભાતથી ગુરૂદેવની શીતલછાયામાં વિહાર કરી ચરિત્રનેતા સ સ્વાગત નરસંડામાં પધાર્યા, આ પ્રદેશમાં ચરિત્રનેતાના ભાષણોની પ્રૌઢપ્રભા વિજળીવેગે અનેક ગામમાં પ્રસરી ચૂકી હતી.
પ્રાચીનકાળમાં જૈનધર્મની જાહેરજલાલી, ધર્મનું ગૌરવ અને મહત્તા વધારવામાં આપણે ત્યાગી, જ્ઞાની ધુરંધર મહાત્માઓએ અગણિત જીવનને ફાળો આપે છે. અગાધધમતનું જ્ઞાન મેળવી કુતીથીઓના જૈન દર્શનપર આવતા આક્રમણને તે વિશ્વતિલક પુણ્યપુરૂષોએ ખેરાન વેરાન કરી નાખ્યા છે, રાજ રાજેશ્વરેની સમક્ષ સામસામા વાદી અને પ્રતિવાદીઓના વાદઅંગે મચતા તેમાં કુદર્શનીના કાલ્પનીક મતને તેડી ફેડી વાદીમુકુટહીરક જૈન મહાત્માઓ બન્યા છે. જટીલવાદની સમસ્યાને ઉકેલવા પરસ્પર બનેલા વિધાસ્પદ ચર્ચા વિષયને સ્પષ્ટ કરવા વિપુલજ્ઞાની જૈન મહાત્માઓ તીણમતિને છ જૈનધર્મનો વિજયવાવટો ફરકાવતા. પ્રભુ મહાવીરદેવના તારક શાસનમાં યુગે યુગે એવા સમર્થ પુરૂષને ઉપજયા છે અને અદ્યાવધિ અવિચ્છિન્ન પ્રભાવસંપન્ન વીરશાસનને ટકાવી રાખ્યું છે. જ્યારે જ્યારે ધર્મમાં ડખલગિરિ કરનાર વિધમીએ થયા ત્યારે ત્યારે તેઓની સાથે ઝઝુમ્યા.
જ્યારે જ્યારે તીર્થસ્થળને વિચ્છેદ કરવા સુદ્ર અસુરે અને સત્તાના ઘમંડમાં છલકાઈ ગયેલા નરેશોએ હામ ભીડી તૈયાર થયા, ત્યારે ત્યારે ચમત્કારી ત્યાગી વિદ્વાન મહાત્માઓએ તપતેજ, ત્યાગ તેજ અને ધર્મ તેજની અનેરી પ્રભા જનતા પર પાડી, ધર્મનું અને તીર્થનું રક્ષણ કરી શાસનનાયક કહે કે શાસનરક્ષક કહે છે તે પુરૂષ બન્યા છે. જેમ જેમ તલ પીલાય છે તેમ તેમ સ્નિગ્ધ અને મીઠાશવાળું તેલ બને છે. દધિને જેમ જેમ લેવાય તેમ તેમ સ્નિગ્ધ અને ગાડું ધૃત પ્રાપ્ત થાય છે, તેમ તત્વોના વાદેથી, મંથનેથી, વિચારણાઓથી અને મનનથી પણ સત્ય અને આદરણીય તત્ત્વ તારવી શકાય છે.