________________
૧૭૪ ]
કવિકુલકિરીટ
પરિશ્રમ અને જીવનને કૃતકૃત્ય માનવા લાગ્યા. ગુરૂદેવે પણ તેઓએ કરેલ ધર્મ પ્રભાવના, પ્રસારેલી ધર્મોન્નતિ અને વધારેલું ધર્મગૌરવ આદિ શુભ કાર્યોની મુક્તકઠે પ્રશંસા કરી. ચરિત્રનેતાએ પણ વિનમ્રભાવે ગુરૂદેવની આજ્ઞાનું ફલ માનતા પિતાની લઘુતા દર્શાવી. મીઠી નજરે. સરિશેખરે ભાવિમાં વિશેષ ઉન્નતિ કરવાના આશિર્વાદે જાણે ન આપતા હોય તેવી રીતે ચરિત્રનેતા સામે ક્ષણભર જોયું. રૂપાલથી આચાર્ય દેવેશ તથા તેમની સેવામાં તાજેતર ઉપસ્થિત થએલ ચરિત્રનેતા ઇડર સંઘના આગ્રહથી સસત્કાર પધાર્યા.
આચાર્ય દેવેશ જ્યારથી ઈડર પધાર્યા ત્યારથી ઈડરની જનતાને ઉત્સાહ, શ્રદ્ધા, અને ભક્તિ અજબ વધતી ગઈ ચરિત્રનેતાને વ્યાખ્યાને તથા ભાષણેથી અને જૈન જૈનેતરમાં જાગૃતિ અને નવ ચૈતન્ય આવ્યું. અત્રે રાજદરબારી ઓફીસર વર્ગ જાહેર ભાષણમાં તેમજ મુલાકાતે પણ આવતા. ધર્મ ચર્ચામાં તાત્વિક વિચાર અને માતાતરેની માન્યતા વિગેરે ઉપર ચરિત્રનેતા બહુજ સપષ્ટતા પૂર્વક દલીલથી સમજાવી સૌ કોઈને સંતેષતા, મિત્રમંડળમાં, ગૃહકુટુંબમાં, જૈનમાં અને જૈનેતરમાં ચરિત્રનેતાની વાપટુતા, વિદ્વતા, નિખાલસ અને સમતલ વૃત્તિ વિગેરે ગુણોની ખુબ પ્રશંસા થવા લાગી. આ ઉજજવલ ગુણથી આકર્ષાઈ અત્રેના સંઘે કઈ વિશિષ્ટપદ ઉપર આરૂઢ કરવાને વિચાર કર્યો.
વિજ્ઞપ્તિ –
ઇડરના સંઘે એકત્રિત થઈ પૂ. વિજયકમલસુરીશ્વરજી મહારાજ પાસે આવી વિનંતિ કરી કે શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને કઈ પણ વિશિષ્ટપદથી અલંકૃત કરવા જોઈએ પદાર્પણ સમયને સઘળો. મહત્સવ અત્રેને સંઘ કરવા ઈચ્છે છે. સુવર્ણ મુદ્રિકામાં હીરે જડવાથી વિશેષ શોભામય બને છે. તેમ શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને