________________
૧૬૦ ]
કવિકુલકિરીટ
મુલતાનના ૧૯૬૭ ના ચાતુર્માસ દરમ્યાન ચરિત્રનેતાના અનેક વિષયા ઉપર જોરશોરથી વિશાળ મેદાનમાં જાહેર લેકચરા થયા, જેમાં વેદોક્ત દયા, પુરાણાની દયા, ઇસ્લામ મજહબ નિવૃત્તિપથ વિગેરે વિષયા ખૂબ ચર્ચાયા. યુવાવસ્થાને પાવર, અસાધારણ વિદ્વત્તાની છટા, ખુલંદ અને મધુર ધ્વનિના ટાંકાર અને આકર્ષીક એજસ્વી શાન્તમુદ્રા આ બધાયે સાધના સહજ સ્વભાવે શ્રોતૃવને ખેંચનારા બનતા. શહેરના મુખ્ય લત્તો અને વિશાળ સ્થાન, અને ઉંચુ સ્કુલ અને પ્રભાવક વ્યાખ્યાતા એસે એટલે પૂછવું જ શું? હજારોની સંખ્યામાં જનતા કીડીની માફક ઉભરાતી, વ્યાખ્યાનના શબ્દે શબ્દરૂપી કણાને ગ્રહણ કરતી, તેમજ હૃદય મંદિરમાં તે ધર્મ સારરૂપ શબ્દ કણાના સંચય કરી, પુનઃ પુનઃ મનન કરતી, એમ પાંચ સાત જાહેરભાષણા થતાં સેંકડા માંસહારીઓએ માંસને ( Meat ) અને દારૂડીઆએ મદ્યપાનના (Wire ) ત્યાગ કર્યું, એટલુંજ નહિ બલ્કે એક માંસ નિષેધક મ`ડળની અત્રે સ્થાપના થઇ, જેમાં જૈન હિન્દુ અને મુસલમાન કામના પણ યુવાનો જોડાયા. આ મ`ડળીના સભ્ય) કાઈને ત્યાં માંસ પકાવાનું નજરે ચઢે તો તે સ્વયંસેવક ત્યાં જઈ રીતસર સત્યાગ્રહ કરતા અને ઉપદેશદ્વારા તેઓને માંસઆદિનો પરિત્યાગ કરાવતા. મુલતાન શહેરની પ્રજામાં માંસનો ત્યાગ એટલા પ્રમાણમાં વધ્યા કે જેના પરિણામે કસાઇઓને ત્યાં (Meat seller) છ આને શેરનું માંસ ત્રણ આને શેર થઈ ગયું. કા વ્યક્તિ માસનિષેધક મ`ડળીના કહેવાથી માંસ આહાર ન છેડે તે તેને તે મંડળવાળા ચરિત્રનેતા પાસે દર્શનાર્થે લાવતા તેમને તેઓશ્રી સચેટ ઉપદેશદ્વારા તેનાથી થતા નુકશાનને સમજાવી માંસાહારને તીલાંજલી અપાવતા.
શહેરના કસાઈઓ ચીઢાયા, તેમના વ્યાપારે। મૃતપ્રાયઃ થયા. તેઓની એક સભા ભરાઇ અને તેમાં નિર્ણય કર્યો કે આપણા વ્યાપારને પ્રતિબંધક અને નિરોધક ભાવડાઓના ગુરૂ આવ્યા છે. તેઓના ધમ ભાષણાના હિંદુઓ તે ઠીક પણ આપણીજાતના મુસ્લીમો પણ અહિંસા