________________
સરિશેખર
[ ૧પ૦
અને આપણા ચરિત્રનેતાને વાદને માટે છેડવા એ સરખું જ હતું. તેઓને માલુમ નહતું કે આ પ્રતિભાપ્રપન્ન મહાત્માએ પંજાબમાં જાહેર વાદરંગમાં જય મેલવ્ય છે તેમજ બીજા અનેક વાદીઓની સાથે જાહેર વાદમાં જય મેલવી વાદિ મતંગજેને મદ ઉતાર્યો છે.
અલ્પ પરિબલવાલાઓને યુદ્ધની મીટ માંડતા પ્રત્યથી વર્ગને બલની પરીક્ષાને વિચાર લક્ષ્ય બહાર રાખ જોઈએ નહિ, ભાવિમાં પિતાને પરાજય સરજાયેલ હોય તે પ્રતિવાદીના બલની પરીક્ષાને વિચાર કે કલ્પના ક્યાંથી ફુરે? ચેલેન્જ સ્વીકાર:
દિગંબની સ્વચ્છંદતાથી બહાર પાડેલી ચેલેન્જને ચરિત્રનેતાએ નિભતાથી તુરતજ સ્વીકારી અને વાદ માટે પોતે નિર્ભિક્તાથી તૈયાર બન્યા. એગ્ય સ્થળ, વિષ તેમજ ટાઈમને નિર્ણય થતા જાહેર વાદને જંગ મચ્ચે.
ઉત્સાહી ચરિત્રનેતાએ ખંતપૂર્વક વાદારંભ પહેલા અસરકારક જાહેરભાષણે આપ્યાં. જે ભાષણથી હજારે ઇતરધર્મવાળાઓ આકર્ષાયા, દિગંબરના પંડિતે ત્રણ દિવસ સુધી નિણત સ્થળમાં નિયત સમયે શાસ્ત્રાર્થ માટે આવ્યા નહિ. નમાલુમ ચરિત્રનેતાની પ્રતિભા પ્રભામાં અંજાઈ ગયા કે શું? આપણું ચરિત્રનેતાને પબ્લીક વાદમાં જય થયો. અને મુલતાન શાસ્ત્રાર્થ નામક કટ પણ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી. જૈનધર્મની અજબ પ્રભાવના મુલતાનીઓએ ફેલાવી. અને ગુરૂદેવના વાદ જય નિમિત્ત ખુશાલીમાં ભવ્ય નવ્ય જલુસ કર્યો. પરાસ્ત બનેલ દિગંબરબંધુઓ નિઃશસ્ત્ર શત્રુઓની જેમ ઠંડા હિમ જેવા મંદા પડ્યા, અનેક જાહેરછાપામાં જૈનમુનિ લબ્ધિવિજયજી મહારાજને વાદય અને દિગંબરેની પરાસ્તતા તે છાપાઓના અધિપતિઓએ પદ્ધતિસર છાપી પિતાની કૃતાર્થતા દેખાડી.