SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] કવિકુલકિરીટ ભવ્ય સત્કારથી રાયકેટ શહેરમાં પધાર્યા રાયકેટમાં જૈનના ફક્ત ચાર પાંચ ઘર છે. પરંતુ સ્થાનકવાસીઓનું બળ અહી ઘણું જામેલું હતું. ભક્તિના રંગથી રંગાઈ અહીંની મૂર્તિપૂજક જૈન જનતાએ લુધીયાણાથી અનેક સાધને લાવી મહોત્સવધારા જૈન ધર્મની જાહે લાલી કરી. વ્યાખ્યાનની કુશળતાએ સેંકડો જૈનેતરને આકર્ષ્યા. લાલા ગુજરમલ નામના એક સદ્ગહસ્થ હંમેશ વ્યાખ્યાન સાંભળવા આવતા, તેમણે ચરિત્રનેતાને નમ્ર ભાવે જણાવ્યું કે, અન્યમતાવલંબીઓ અને સ્થાનકવાસી જેટલી સંખ્યામાં આપશ્રીનું પ્રવચન સાંભળવા આવે છે, તેટલી સંખ્યા કેઈ પણ જૈન મુનિના વ્યાખ્યાનમાં આવી નથી. તે આપશ્રી એક જાહેર ભાષણ અત્રે કરે જેથી બીજા જૈનેતરને પણ સાંભળવાની તક મળે. તેથી સનાતન સભાના મકાનમાં જીવ દયા વિષયક સુંદર ભાષણ આપ્યું. વિશેષ હર્ષની વાત એ હતી કે, ચરિત્રનેતા જ્યારે વ્યાખ્યાન આપવા જતા તે સમયે ઘણુ જૈનેતરે ભજન ગાતા, વાજાં વગાડતા, ગુરૂ મહારાજશ્રીની જય બોલતા સાથે ચાલતા હતા. હું ન ભૂલતે હોઉં તે હું કહી શકું છું કે વૈષ્ણવ ભકતો તરફથી થતી જૈન મુનિની કદરને પ્રસંગ અને પ્રથમ જ હતું. સ્વદયા અને પરદયા એ વિષયને ખૂબ ઝીણવટથી છણવામાં આવ્યો, તેથી અત્રેની જૈન જૈનેતર જનતાએ ગૌરક્ષાશાલા તેજ દિવસે કાયમ કરી. દરેક પશુઓની હમદર્દી (સહાનુભૂતિ) રાખવા ત્યાંની જનતાએ મંજુર કર્યું. ભાષણ વખતે બારસે પુરૂષ અને સાત સ્ત્રીઓ હાજર હતી. તેમજ સરકારી વર્ગ થાણદાર, કપ્તાન, તસીલદાર, વિગેરે ચુનંદા અમલદારે પણ હાજર હતા. અત્રે મહારાજશ્રીની વિદ્વત્તાને લાભ ઘણે ઉઠાવ્યો. આઠ દિવસ અત્રે સ્થિરતા કરી ચરિત્રનેતા વિહાર કરી માલેરકોટલા નગરમાં ધામધૂમથી પધાર્યા. અત્રે પણ બાવીસ દિવસની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાને અને જાહેર ભાષણથી જૈનધર્મના ઉદ્યોત સાથે લેકેમાં ખૂબ જાગૃતિ આવી, તેમજ અને “આત્મકમલ જૈન
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy