________________
સુરિશેખર
[ ૧૩૩ શ્રી નિણત સમયે પધાર્યા. પ્રથમથી જ જાહેર ભાષણને સમાચાર આખા શહેરમાં વિદિત થયેલા હેવાથી સેંકડો જૈન જૈનેતરે મહાત્માશ્રીનું જૈન પ્રવચન સાંભળવા અગાઉથી એકત્ર થઈ ગયા હતા. ચરિત્ર નેતાએ મંગલાચરણ કરી બુલંદ અવાજથી વિવિધ વિષય ઉપર ધર્મ બોધક વ્યાખ્યાન આપ્યું, જેના પરિણામે ઘણું જૈનેતરે જૈનધર્મની અને જૈન મુનિઓની ભૂરી ભૂરી પ્રશંસા કરી યથાશક્તિ સુપ્રતિજ્ઞાઓ સ્વીકારી. છરા શહેરમાં જૈન મહાત્માનું આવું વિતા ભર્યું પહેલુંજ વ્યાખ્યાન હોવાથી અખિલ શ્રોતૃવૃન્દને અપૂર્વ આનંદ રસ ઉલટ્યો. જે જૈન બંધુઓ ભાષણને વિરોધ કરતા હતા. તેઓએ પણ ઘણા ખુશ થઈ કહ્યું કે આપના ભાષણની છટા અને મુખાકૃતિનું ઓજસ અને શાંતિ એવાં અજબ હતા, કે, સૌએ શાંત રહી આ અણધાર્યો લાભ ઉઠા, જ્યારે જ્યારે આપ જેવા વિદ્વાન મહાત્મા પધારશે ત્યારે ત્યારે જાહેર લેકચરને લાભ ઇતર પ્રજાને લેવડાવીશું આપના હમે સદાને માટે છીએ વિગેરે ઘણી પ્રશંસા કરી.
વિનંતિ
ત્યાંથી વિહાર કરી ચરિત્રનેતા પટ્ટી શહેર પધાર્યા, જ્યાં સૂરિશેખર પ્રથમથી જ પધારેલા હતા. ગુરૂ દર્શન થતા વચનાતીત હર્ષ થ. વ્યાખ્યાન ચર્ચા આદિને વિષય ચરિત્રનેતાનેજ સમર્પણ કરવામાં આવ્યું. અત્રેની જૈન જનતા ઉત્સાહ પૂર્વક લાભ લેતી હતી. કસુર શહેરમાં પરસ્પર જ્ઞાતિના કુસંપને લીધે મંદિર અને મૂર્તિની આશાતનાને પાર નહોતે કુસંપ દૂર થાય અને નવીન મંદિરની આવશ્યકતા પાર પડે એ હેતુથી ત્યાંના આગેવાન ગૃહસ્થ પૂ. સૂરિશેખરને વિજ્ઞપ્તિ કરવા આવ્યા હતા, ઘણુ મુનિરાજે અત્રે આવી ગયા; પણ સંપ થતું નથી, માટે આપ શ્રી પધારે અગર આપ ન આવી શકે તે આપના વિદ્વાન શીષ્ય મુનિરાજ શ્રીમદ્દ લબ્ધિવિજયજીને આજ્ઞા ફરમાવે.