________________
૧૦૬ 3
કવિકુલકિરીટ આચાર્યશ્રીની સ્વર્ગીય ધર્મ—દેશનાઓથી ધર્મજાગૃતિ અનેરી થવા પામી, ઉત્સાહ અને ઐક્ય ભાવથી સુકૃત કાર્યો કરવામાં સરિઝને ચાતુર્માસાર્થે ઘણીજ જેરારપૂર્વક વિજ્ઞપ્તિ થઈ, ગુરૂદેવેશે પણ પ્રથમ પાત્રતા વિષયક અમે જે, ઉપર દર્શાવી ગયા તે મુજબ. સ્વાતિ નક્ષત્રમાં છીપલીમાં પડતા જળબિન્દુની જેમ ધમ મૌકિતકે પ્રગટાવવા માટે; પૂર્ણ યોગ્ય પાત્રતાવાળું ક્ષેત્ર દેખી ચાતુર્માસ-નિવાસ સ્વીકાર્યો.
ચાતુર્માસ દરમ્યાન દેશના અને ત્યાગવૃત્તિના પ્રતાપે અનેકાનેક ધર્મક્રિયાઓ થવા પામી. વિનંતિ માટે ડેપ્યુટેશન –
ચેમાસા બાદ વિહારની તૈયારીઓ થઈ રહી હતી. તે અરસામાં કલકત્તાથી બાબુ વર્ગને અન્ય પ્રતિષ્ઠિત સદગૃહસ્થનું એક ડેપ્યુટેશન
Deputation વિનંતી માટે આવ્યું. ઘણે જ આગ્રહ કર્યો. સુવિહિત શિમણું સરિ શેખરની પ્રકૃતિ જ એવી હતી કે જેઓ પ્રશાન્ત પ્રજામાં, અને ઉપશાન્ત વાતાવરણમાં જ નિવાસ કરવા ઈચ્છતા. તે હેતુથી આ વિનંતીને સ્વિકાર થયો નહિ.
આવેલ સંગ્રહસ્થાએ, વ્યાખ્યાન સાંભળવા માટે સુરીશ્વરજીને સ્વ-જિજ્ઞાસા જાહેર કરી. પૂજ્ય આચાર્ય દેવની આજ્ઞાથી, આપણા ચરિત્રનાયકશ્રીજીએ યુક્તિ પુર:સર સૈદ્ધાંતિક પ્રવચન સંભળાવ્યું. જેમ નહાનું પણ નિધાન પિતાની તેજસ્વીતાથી જનતાને આંજી શકે છે, તેમ લધુ-દીક્ષા પર્યાયવાળા એવા તેઓશ્રીએ, પિતાની વિદ્વતા અને તાર્કિક પ્રતિભાની ઓજસ્વીતાથી અખિલ શ્રોતૃસભાને ચિત્રાલેખ સમી બનાવી દીધી.
વ્યાખ્યાન બાદ સરિ–પુંગવની પાસે તે ધર્મશ્રવણથી ખુશ અને