________________
પાઠ - ૯
તૃતીયા + ચતુર્થી + પંચમી વિભક્તિ મિત્રો! આ પાઠમાં આપણે તૃતીયા - ચતુર્થી અને પંચમી વિભક્તિની માહિતી મેળવીએ :> તૃતીયા વિભક્તિ - કરણ વિભક્તિ. “થી, થકી, વડે, દ્વારા આવા પ્રત્યયો ગુજરાતીમાં જે શબ્દ પછી આવતા હોય તે શબ્દને તૃતીયા વિભક્તિ લાગે. દા.ત. કુંભાર બે હાથ વડે ઘડો બનાવે છે.
= HIR: હસ્તાઓ ધર્ટ રોતિ | અહી હાથ એ કરણ = સાધન છે.
કરણ શોધવાનો સરળ ઉપાય છે – “શેનાથી' – આ પ્રશ્નનો જે જવાબ આવે તે કરણ. દા.ત. પ. - કુંભાર શેનાથી ઘડો કરે છે? જ. = કુંભાર હાથથી ઘડો કરે છે. માટે હાથ = કરણ. > ચતુર્થી વિભક્તિ - સંપદાન વિભક્તિ.“માટે, વાતે, સારું, ખાતર આવા પ્રત્યયો ગુજરાતીમાં જે શબ્દ પછી આવતાં હોય તે શબ્દને ચતુર્થી વિભક્તિ લાગે. દા.ત. હું મોક્ષ માટે આરાધના કરું છું. = અ૬ માય મારાધના રમિ !
અહીં મોક્ષ એ સંપ્રદાન.
સંપ્રદાન શોધવાનો સરળ ઉપાય :- “શા માટે ? કોના માટે આ પ્રશ્નના જવાબમાં જે આવે તે સંપ્રદાન. દા.ત. હું આરાધના કરું છું. ૫. શા માટે ? જ. મોક્ષ માટે = સંપ્રદાન.
માટે, મોક્ષને ચતુર્થી વિભક્તિ લાગે ! > પંચમી વિભક્તિ - અપાદાનવિભક્તિ. “માંથી, પાસેથી, ઉપરથી, ને લીધે, ને કારણે આવા બધાં ગુજરાતી પ્રત્યયો જે શબ્દ પાછળ આવતા હોય તે શબ્દને પંચમી વિભક્તિ લાગે. દા.ત. ગુ. વા. * દુકાનમાંથી ઘડો લઈ જાય છે.
સં. વા. * બાપાત્ ધર્ટ નિયતિ અહીં
દુકાન – અપાદાન છે. “શેમાંથી પ્રશ્નના જવાબમાં જે આવે તે અપાદાન. જિક સરલ સંસ્કૃતભ-૧ ૨૮૮ ૩૦ ૪૪ પાઠ-૯ ૪૪