SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ના હું ૧૫૪ - -- . .. [ આથતત્ત્વવિચાર સ્વીકાર કરતે નઘી. આમ આ વિકાસવાદ અધૂરો છે, એકાંગી છે, એટલે આપણાં મનનું સમાધાન કરી શકે તેવો નથી. આ વિકાસવાદની સહુથી મોટી ખામી એ છે કે તેમાં આત્માને કેઈ સ્થાન નથી, પછી તેમાં પુનર્જન્મ કે ગતિ વગરેને વિચાર તે હોય જ કયાંથી? તેમાં જે કંઈ વિકાસ માનવામાં આવ્યું છે, તે પુગલનિર્મિત શરીરનાં અગપગોને માનવામાં આવ્યા છે, એટલે તેને આપણે માન્યતાઓ સાથે કઈ મેળ ખાય તેમ નથી. આ 1- જૈન ધર્મનો વિકાસવાદ વિકાસવાદમાં તો આપણે પણ માનીએ છીએ, પણ આપણે વિકાસવાદ આત્માને સ્પર્શે છે, આત્માના ગુણને સ્પર્શે છે અને તેમાં ઉત્કાતિ સાથે અવનતિને વિચાર પણ રહેલ છે. જે આત્મા સારા વિચાર કરે અને સારાં કામે કરતો રહે છે તેની ઉત્ક્રાંતિ થાય છે અને ખરાબ વિચારે તથા ખરાબ કામ કરે તે તેની અવનતિ થાય છે. સાચી હકીકત એ છે કે અધમ અવસ્થામાં પડેલો આત્મા ચડતીપડતીનાં અનેક ચક્રો અનુભવ્યા બાદ જ આગળ વધે છે અને છેવટે મુક્તિની પ્રાપ્તિ કરે છે. તેનું વ્યવસ્થિત વર્ણન આપણને ગુણસ્થાનમાંથી મળે છે, એટલે તે વિશેષ પ્રકારે સમજવા ગ્ય છે. . . . અન્ય દેશોમાં પણ આત્મવિકાસની જુદી જુદી અવસ્થાએ બતાવવામાં આવી છે, પણ તેમાં ગુણસ્થાનકે જેટલી વિશદતા નથી, ગુણરથાનકે જેટલું સૂક્ષ્મ વર્ણન નથી. ગુણસ્થાન ] અમે તે કહીએ છીએ કે તમને જે વસ્તુ સર્વજ્ઞ ભગવંતનાં શાસનમાંથી મળશે, તે વસ્તુ બીજેથી નહિ જ મળે., કેરી, પાકે તે આંબે જ, એ કંઈ બાવળ–બરડી પર પાકે નહિ. (૫) દેશવિરતિગુણસ્થાન - દેશવિરતિમાં આવેલ આત્માની અવસ્થાવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાન વિરતાવિરત, સંયતાસયત કે વતાવ્રત તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં કેટલાક અંશે વિરતપણું અને કેટલાક અંશે અવિરતપણું, કેટલાક અંશે સંયતપણું અને કેટલાક અંશે. અસયતપણું, કેટલાક અંશે વ્રતીપણું અને કેટલાક અંશે અતીપણું હોય છે. ચેથા ગુણસ્થાને જીવને સમ્યગ્દર્શન અર્થાત્ સમ્ય-- કત્વરૂપ વિવેક પ્રાપ્ત થાય છે, પણ ચરિત્રમેહનીય કર્મની પ્રબલ અસરને લીધે તે વિવેકને અમલ થઈ શક્તો નથી, ત્યારે આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મનું બેલ અમુક પ્રમાણમાં ઘટે છે, તેથી આત્મા જાણેલી–સમજેલી વસ્તુને. અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. છે. આ ગુણસ્થાને જીવ બધી પાપમય પ્રવૃત્તિઓને છેડી. શકતું નથી, પણ તેમાંથી છૂટવાને પ્રયત્ન કરે છે અને કેટલીક પાપવૃત્તિઓને છોડી દે છે. શાસ્ત્રીય ભાષામાં તેને દેરાવિરતિ કહેવામાં આવે છે. દેશવિરતિ એટલે અમુકઅરો વિરક્તિ. : .. . . • દેશવિરતિનું રણ એ છે કે પ્રથમ સમ્યકત્વ ગ્રહેણું.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy