SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ આત્મતત્વવિચાદ નિમગ્ન હતું. તેમને દેહ ગૌરવ હતો, મુખ પર તેજ વ્યાપેલું હતું અને સૌમ્યતા તથો સજજનતા સ્પષ્ટ તી આવતા હતા. .. મુનિવરનાં આ વ્યક્તિત્વે મગધરાજ પર ખૂબ ઊંડી છાપ પાડી. તેમણે આજ સુધી અનેક બ્રાહ્મણ અને શ્રમણે જોયા હતા, અનેક પરિવ્રાજકને પરિચય કર્યો હતો, પરંતુ તેમાંના કેઈએ આ મુનિવર જેવી છાપ તેમનાં હદયમાં અંક્તિ કરી ન હતી. . મગધરાજનું ઉન્નત મસ્તક સ્વાભાવિક રીતે જ તેમને નમી પડ્યું. તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ દઈને એ સુનિરાજ પ્રત્યે પિતાને ભક્તિભાવ પ્રકટ કર્યો અને બે હાથ જોડીને બહુ દૂર પણ નહિ અને બહુ નજીક પણ નહિ, એવી રીતે તેઓ મુનિવરની સમક્ષ ઊભા રહ્યા. ડી વારે મુનિવરે ધ્યાન પૂરું કર્યું અને કમળપાંખડી જેવાં મનહર નયને ખુલ્લાં ર્યા. તે વખતે બે હાથ જોડીને ઊભેલા શ્રેણિક તેમના જેવામાં આવ્યા, એટલે તેમણે સાધુ ધર્મને યુગ્મ ‘ધર્મલાભ” કહ્યો. એ ધર્મલાભ આપવા બદલ મગધરાજે પોતાનું મસ્તક નમાવીને કૃતજ્ઞતા પ્રકટ કરી. પછી વિનયપૂર્વક પૂછયું: “હે મુનિવર ! જે આપની સાધનામાં કઈ રીતે વિપ્ન આવતું ન હિય તે હું એક વાત પૂછવાની ઈચ્છા રાખું છું.' ન મુનિવરે કહ્યું: “રાજન ! વાત બે પ્રકારની હોય છે? એક સદોષ અને બીજી નિર્દોષ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા C અને રાજકથા એ સદેષ વાત છે. આવી વાતમાં મુનિઓ કે પડતા નથી. પરંતુ જે વાતથી જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની છે. પુષ્ટિ થાય, સદાચારને વિકાસ થાય, તેવી વાત નિર્દોષ છે. આવી વાત મુનિઓની સાધનામાં બાધક થતી નથી. આટલું લક્ષમાં રાખીને તમારે જે વાત કરવી હોય તે કરી શકે છે.? મગધરાજે કહ્યું: “હે પૂજ્ય ! હું એટલું જ જાણવા ઈચ્છું છું કે આવી તરુણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે આપે સંયમને માર્ગ શા માટે ગ્રહણ કર્યો? એવું કયું પ્રબળ પ્રયજન આપને આ ત્યાગમાર્ગ તરફ દોરી ગયું?” આ છે મુનિરાજે કહ્યું: “હે રાજન ! હું અનાથ હતો, મારું કેઈ નાથ ન હતું, એટલે મેં આ સંયમમાગ ગ્રહણ કર્યો છે.” આ ઉત્તરથી મગધરાજને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું: આપ જેવા પ્રભાવશાળી પુરુષને કેઈ નાથ ન મળે એ તે ભારે અજાયબી કહેવાય. જે આપે એટલા જ માટે સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા તૈયાર છું. આપ મારા રાજમહેલમાં પધારે અને ત્યાં સુખેથી દિવસે નિર્ગમન કરે.” - મગધરાજના આ શબ્દો સાંભળી મુનિવરનાં મુખ પર એક આખું સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું: “હે રાજન ! પિતાના અધિકારવાળી વસ્તુઓ બીજાને આપી શકાય છે. ચંદ્રમાં સ્ના છે, તેથી તે બીજાને અપાય છે. સૂર્યમાં ઉષ્ણુતા છે, તે તેનું બીજાને દાન થઈ શકે છે. નદીઓમાં જળ છે, તેથી તે બીજાને સતેષી શકે છે અને વૃક્ષેપર કળ
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy