________________
૧૪.
[ આત્મતત્ત્વવિચારે કર્મફળને ભેતા માને તથા પુરુષાર્થથી ભોક્ષ મેળવી શકાય એવી દૃઢ માન્યતા ધરાવે. તેને સત્ય તરફ ભારે પ્રીતિ હોય અને અસત્ય તરફ સખ્ત અણગમે હાય. તે આજીવિકા ખાતર આરંભ-સમારંભ કરે, પણ હૃદયમાં પાપને ડર રાખે. કઈ પણ પ્રવૃત્તિ નિર્દયતાના પરિણામથી કરે નહિ. "
* સમ્યકત્વ આવ્યા વિના કોઈ જીવ વિરત બની શકતા નથી, એટલે વિરત બનવા માટે આ અવસ્થા પ્રાપ્ત કરવી
ઔપશમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્તની છે; ક્ષાયોપશમિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરેપમથી પણ અધિક છે. - આમ આ બંને સમ્યકત્વ સાદિ–સાંત છે, ત્યારે ક્ષાયિક સમ્યકત્વ એક વાર આવ્યા પછી જતું નથી, એટલે તેની સ્થિતિ સાદિ-અનંત છે.
: ચારે ગતિના જે સમ્યકત્વ પામી શકે છે, પણ -તેમાં જે જે ભવ્ય હોય તેજ સમ્યકત્વના અધિકારી છે.
* જે જીવને એક વાર પણ સમ્યકત્વની સ્પર્શના થઈ છે, તેને સંસાર અરધા પુદ્ગલપરાવર્તનકાલથી વધારે નથી, એ વસ્તુ અમે આગળ કહી ગયા છીએ. જઘન્યથી તે એ - અંતમુહૂર્તમાં પણ સંસારને છેદ કરી મુક્તિગામી બની શકે છે, અને વધારેમાં વધારે અપદ્ધ પુદ્ગલપરાવર્તનકાલ છે. સાધુપુરુષને સંગ અને તેમને ઉપદેશ સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે. શ્રેણિક રાજાને સમ્યકત્વની
પ્રાપ્તિ શી રીતે થઈ ? એ હકીકત જાણશે, એટલે તમને આ વસ્તુની સમજ પડશે. . - શ્રેણિક રાજાને સભ્યત્વની પ્રાપ્તિ થાય , , રાજગૃહી નગરીની બહાર મંડિતકુક્ષિ નામે એક મને-- હર - ઉધાન હતું, તેમાં વિવિધ જાતિનાં વૃક્ષો ઉગેલાં હતાં અને તેના પર મરચકર, શુક-સારિકા, કાગ–કૌઆ વગેરે અનેક જાતનાં પક્ષીઓ નિવાસ કરતાં હતાં. એ ઉદ્યાનમાં. અનેક પ્રકારનાં પુષ્પ ખીલેલાં હતાં, સુંદર લતામંડપ નજરે પડતાં હતાં અને નાનાં નાનાં જળાશયમાં, હસ, બતક, બંગલા વગેરે જળચર પક્ષીઓ નિરંતર ક્રિીડા કરતાં હતાં. - આ ઉદ્યાનમાં સાધુ-સંન્યાસીઓ ઉતરતા અને શ્રીમંત તથા સહેલાણીઓ પણ સહેલ કરવાને આવતા. પર્વના દિવસે. તે આ ઉદ્યાનમાં માનવમેળે જ જામતો. . ! - મગધરાજ શ્રેણિકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું, તેથી, તેઓ વારંવાર અહીં આવતા અને તેના ખુશનુમા વાતાવરણમાં રહેલીને પિતાનું દિલ બહેલાવતા. આજે તે જ એક પ્રસંગ હતો, જ્યારે તે પોતાની સાથેના સેવકને દર, બેસાડીને પિતે એકલા ઉદ્યાનમાં વિહરી રહ્યા હતા. - તેઓ વૃક્ષે, લતાઓ અને પુનું નિરીક્ષણ કરી. રહ્યા હતા, ત્યાં વૃક્ષનાં મૂળની પાસે છેડે દૂર બેઠેલા એક નવયુવાન મુનિ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. : અંગ પર એક જ વસ્ત્ર હતું, સુખાસને સ્થિર બેઠેલા હતા, નયને બીડેલાં હતાં અને મન પૂરેપૂરું ધ્યાનમાં