________________
[ આત્મતત્ત્વવિચાર
૧૩s
: ... (અવિરત-સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાન • આધ્યાત્મિક વિકાસનાં ખરાં મંડાણ આ ગુણસ્થાનથી થાય છે, એટલે તેનું સ્વરૂપ બરાબર સમજી લઈએ. આને ટુંકમાં સમ્યકત્વગુણસ્થાન કે સમકિત ગુણઠાણું પણ કહે છે.
સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા.' એ પંક્તિઓ તમે સાંભળી હશે. સાંભળી શા માટે? યાદ પણ હશે, કારણ કે શ્રી વીરવિજયજી મહારાજકૃત સ્નાત્ર પૂજામાં એ પંક્તિઓ આવે છે અને એ સ્નાત્ર ચોલું ભણાવાતું હોય છે. કેટલાક ભાગ્યશાળીઓ રોજ સ્નાત્ર ભણાવે છે અને પિતાનું સમ્યકત્વ દઢ કરે છે, કેટલાક વારે-પર્વે સ્નાત્ર ભણાવી અહંદુભક્તિને લ્હાવો લે છે. તે માટે આ શહેરમાં અને બીજા સ્થળે કેટલાંક સ્નાત્રમંડળ સ્થપાયેલાં છે. આ પ્રવૃત્તિ અનુમોદનીય છે. ' આ ગુણસ્થાનમાં આગળ અવિરત શબ્દ કેમ લગાડડ્યો ?' તેને ખુલાસો કરી દઈએ. આ ગુણસ્થાને આવનારના અનંતાનુબંધી કષાયે ઉદયમાં હોતા નથી, પણ પ્રત્યાખ્યાની વગેરે કષાયો ઉદયમાં હોય છે, તેથી ચારિત્ર અર્થાત વિરતિ હોતી નથી. એટલે તેની આગળ અવિરત શબ્દ લગાડેલે છે.
પૂર્વ વ્યાખ્યામાં સમ્યકત્વ વિષે જુદી જુદી અપેક્ષાએ કેટલુંક કહેવાયું છે, પણ અહીં સમ્યકત્વને ખાસ પ્રસંગ છે, એટલે તે વિશે કેટલીક જાણવા ગ્ય બાબતે રજૂ કરીશું. ' :
' તે સમ્યકત્વના ભેદની ગણના અનેક પ્રકારે થાય છે, ..
* સમ્યકત્વના પ્રકારો વિશે નીચેની બે ગાંથાઓ પ્રચલિત છે
ગુણસ્થાન] * તેમાંથી ત્રણ ભેદે અહીં વિશેષ પ્રકારે વિચારવા ગ્ય છે? (૧) ઔપથમિક, (૨) ક્ષાપશમિક અને (૩) ક્ષાયિક.
જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મહનીય સત્તામાં હોય, પણ પ્રદેશ અને રસથી તેને ઉદય ન હોય, તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. અમે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિષે, તેમજ કમની સત્તા અને કર્મના ઉદય વિષે ઘણી સ્પષ્ટતા કરેલી છે, એટલે તમને આ વસ્તુ સમજતાં મુશ્કેલી નહિ પડે.
એક માણસને માથે ઘણું દેવું હોય અને લેણદારે એક પછી એક તેને તકાદો કરતા હોય, તે એ માણસની " एगविहंदुविहतिविह, चउहा पंचविहं दसविहं सम्म ।
एगविहं तत्तई, निस्सग्गुवएसओ भवे दुविहं ॥ १॥ खइयं खओवसर्मियं उवसमियं इय तिहा नेयं ।
खइयाइसासणजुअं, चउहा वेअगजुरं च पंचविहं ।
એક પ્રકાર, બે પ્રકારે, ત્રણ પ્રકાર, ચાર પ્રકાર, પાંચ પ્રકાર, દશ પ્રકાર. એમ સમ્યકત્વના અનેક પ્રકારો કહેલા છે, તેમાં તત્વ પર રુચિ એ એક પ્રકારનું સમ્યકત્વ છે. તે નૈસર્ગિક એટલે સ્વભાવથી ઉત્પન્ન થતું અને ઓપદેશિક એટલે ગુરુ વગેરેની હિતશિક્ષાથી ઉત્પન્ન થતું એમ બે પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપથમિક એ તેના ત્રણ પ્રકારો છે. આ ત્રણ પ્રકારોમાં સાસ્વાદન ઉમેરીએ તે ચાર પ્રકાર થાય અને તેમાં વેદક ઉમેરીએ તે પાંચ પ્રકાર થાય. *
' - આ પાંચ પ્રકારના નૈસર્ગિક અને પદેશિક એવા બે બે પ્રકારો ગણતાં સમ્યકત્વ દશ પ્રકારનું થાય..
કેટલાક કારક, રોચક અને દીપકના ભેદથી પણ સમ્યકત્વને ત્રણ પ્રકારનું માને છે, પરંતુ તેમાં દીપકસમ્યકત્વ તે માત્ર ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. વાસ્તવિકતાએ એ સમ્યકત્વ નથી.
'