________________
૧૩ર
[ આત્મતત્વવિચાર કરણોમાં વહે છેઃ પહેલું યથાપ્રવૃત્તિકરણ. બીજું અપૂર્વ કરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ. તે માટે તમને એક ગાથા સંભળાવીશું..
जा गंठि ता पढम, गंठि समइच्छओ भवे बीयं ।
અનિચટ્ટીઝરળ પુળ, મત્તપુ નીવે ? - “ગ્રંથિસમીપ આવે ત્યાં સુધીની ક્રિયાને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ સમજવું. ગ્રંથિને ભેદ કરે ત્યારે બીજું અપૂર્વ કરણ સમજવું અને સમ્યકત્વની સન્મુખ થાય ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ સમજવું.”
પછી તે અંતઃકરણની ક્રિયા કરે છે. તેમાં પહેલી સ્થિતિએ જીવ મિથ્યાત્વનાં દળિયાં વેદે છે, એટલે તે મિથ્યાત્વી હોય છે, પણ અંતમુહૂર્ત પછી તેને મિથ્યાત્વનાં દળિયાં વેદવાનાં હોય નથી, એટલે તે પશમિક સમ્યકત્વને પામે છે. આ ક્રિયાને શાસ્ત્રકારોએ દાવાનળ સાથે સરખાવી છે. ” જેમ કેઈ દાવાનળ પ્રકટયો હોય અને તે ક્રમશઃ આગળ વધતો જાય, પણ પૂર્વે બળી ગયેલે પ્રદેશ આવે કે ઝાડપાન તથા ઘાસ વિનાની ઉખર ભૂમિ આવે ત્યારે તે ઓલવાઈ જાય છે, તેમ મિથ્યાત્વરૂપી દાવાનળ પણ અંતઃકરણની બીજી સ્થિતિ પ્રાપ્ત થતાં મિથ્યાત્વનાં દળિયાં દવાના અભાવે ઓલવાઈ જાય છે.
'
રે * આ સમ્યકત્વનું કાલમાન અંતર્મુહૂર્તનું છે. તેમાં જઘન્ય
એક સમય પછી અને ઉત્કૃષ્ટ છે આવલિકા પછી કઈક ' જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય, એટલે સમ્ય
ગુણસ્થાન )
૧૩૩ કત્વને વસી નાખે અને મિથ્યાત્વ ભણી જાય. તે વખતે તેને સમ્યકત્વને કંઈક સ્વાદ હોય છે. એક માણસે દૂધપાકનું, આકંઠ ભેજન કર્યું હોય, પછી તેને વમન થાય, ત્યારે ખાધેલો. અધે દુધપાક નીકળી જાય, પણ તેને કંઈક સ્વાદ જીભને આવે, તેના જેવી આ સ્થિતિ છે.
'' ચોથા અવિરત-સમ્યગ્દષ્ટિ–ગુણસ્થાનથી માંડીને અગિચારમાં ઉપશાંતમૂહ-ગુણસ્થાન સુધીમાં જે છ મહિના ઉદયથી લથડે છે, તે આ ગુણસ્થાને આવે છે અને જઘન્ય એક સમય પછી તથા ઉત્કૃષ્ટ છે આવલિકા પછી તેઓ અવશ્ય મિથ્યાત્વને પામે છે.'
* આ ગુણસ્થાન ઊંચે ચડતા જીવોને હેતું નથી, પણ નીચે પડતા. જેને હોય છે, એટલે તેને અવનતિસ્થાન માનવું જોઈએ. છતાં આ ગુણસ્થાને આવેલા છે જરૂર મોક્ષે જનારા હોય છે અને પહેલાં ગુણસ્થાન કરતાં આ ચઢિયાતું છે, માટે આ પણ ગુણસ્થાન જ છે. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે પહેલું, બીજું તથા ત્રીજુ ગુણસ્થાન જીવની અવિકસિત દશા સૂચવે છે અને ત્યાર પછીના ગુણસ્થાને વિકસિત દશા સૂચવે છે. ચોથાં ગુણસ્થાને જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, એ તેના સાચા વિકાસને એટલે આધ્યાત્મિક વિકાસને પ્રારંભ છે.
તીર્થકર ભગવતેનાં જીવનમાં પૂર્વભવોનું વર્ણન આવે છે, તેમાં પૂર્વભવની શરૂઆત ત્યાંથી જ થાય છે કે જ્યાંથી તેમના આત્માએ સમ્યકત્વને સ્પર્યું હોય. . ;