________________
૧૨૮
( [ આત્મતત્ત્વવિચાર (૧) મિથ્યાત્વગુણસ્થાન મિથ્યાત્વમાં રહેલા આત્માની અવસ્થા વિશેષ તે મિથ્યાત્વગુણસ્થાન. અહીં મિથ્યાત્વ શબ્દથી વ્યક્ત મિથ્યાત્વ સમજવું. આ ગુણસ્થાનમાં રહેલા આત્માઓ રાગદ્વેષના ગાઢ પરિણામવાળા હોય છે અને ભૌતિક ઉન્નતિમાં જ રાચનારા હોય છે, એટલે તેમની સર્વ પ્રવૃત્તિઓનું લક્ષ્ય સાંસારિક સુખને ઉપગ અને તે માટે જરૂરી સાધનેને સંગ્રહ હોય છે.' આધ્યાત્મિક વિકાસથી તેઓ વિમુખ હોય છે, એટલે તેમને મોક્ષની વાત ગમતી નથી અને તેનાં સાધને પ્રત્યે એક પ્રકારનો તિરસ્કાર કે અનાદર હોય છે.
અહીં પ્રશ્ન થશે કે “જ્યાં મિથ્યાત્વ એટલે શ્રદ્ધાનું વિપરીતપણું હોય છે, ત્યાં ગુણસ્થાન કેમ હોય?” એટલે તેને ખુલાસો કરીએ છીએ કે વ્યક્ત મિથ્યાત્વીને શ્રદ્ધાનું વિપરીતપણું હોય છે એ વાત સાચી, પણ તેનામાં આત્માના જ્ઞાનાદિ ગુણને અમુક વિકાસ હોય છે, એટલે ત્યાં ગુણસ્થાન માનવામાં આવ્યું છે. એકડો–બગડે ઘૂંટનારમાં વિદ્યાના સંસ્કારે શું હોય છે? છતાં આપણે તેને વિદ્યાર્થી કહીએ છીએ. અહીં ગુણસ્થાન શબ્દ પ્રયોગ પણું એવી જ રીતે સમજ. આગમાં કહ્યું છે કે “સબ્ધજીયાણ મકરર્સ અણુતમે ભાગ નિ ઉઘાડિએ ચિઠુઈ જઈ પણ સેવિ આવિરજજા તેણે જે અજીવત્તણું પાઉણિજજો. સર્વ જીવને અક્ષરને એટલે જ્ઞાનને અનતમ ભાગ નિરંતર ઉઘાડે રહે છે. જે તે પણ આવરાઈ જાય છે તેથી જ અજીવપણને પામે.”'"
ગુણસ્થાન] , - મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે, એ-વસ્તુ પૂર્વ વ્યાખ્યાનમાં કહેવાઈ ગઈ છે, છતાં તેનાં નામે અહીં યાદ કરી લઈ એ. પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ, બીજું અનભિગ્રહિક મિથ્યાત્વ, ત્રીજું આભિનિવેશિક મિથ્યાત્વ, ચેાથે સાંશયિક મિથ્યાત્વ અને પાંચમું અનાભોગિક મિથ્યાત્વ. - - મિથ્યાદર્શનની પકડ રાખનાર અને પિદુગલિક સુખમાં અધિક રતિ ધરાવનાર જીવને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. બધા ધર્મો સારા–બધાં દર્શને રૂડાં એવું માનનારને અનભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. બધા ધર્મોને–બધાં દર્શનને સારા કહીએ તે આપણે ઉદાર હૃદયવાળા ગણાઈએ અને મોટામાં ખપીએ એવી કોઈની ગણતરી હોય તે તે બેટી , છે. સારા–ટાને વિવેક ન હોવો એ મૂઢતા છે. તેને ઉદારતા શી રીતે કહી શકાય? અને મેટા ગણાતાં માણસેનું આંધળું અનુકરણ કરવાથી આપણે મેટા થઈ જતા. નથી. આજે કેટલાક મેટા ગણતા માણસો બધા ધમેને સારા ગણ તેમાંથી થોડું થોડું ગ્રહણ કરવાની સલાહ આપે છે, પણ લેતું, જસત, સીસું, કલાઈ, તાંબુ, રૂપું વગેરે છેડા છેડા ભેગા કરવાથી સુવર્ણની ઉત્પત્તિ થતી નથી. તે માટે તો સુવર્ણના અંશને જ ગ્રહણ કરવા જોઈએ. આ યુગમાં આ મિથ્યાત્વથી ખાસ બચવા જેવું છે. જે જીવે ભારેકર્મી હોય કે નિહૂનવ હોય, તેમનામાં આ મિથ્યાત્વની બહુલતા હોય છે.
જેઓને તત્ત્વના સૂક્ષ્મ કે અતીન્દ્રિય વિષયમાં સંશય આ. ૨-૯