________________
આ ગુણસ્થાન ]
[ આત્મતત્વવિચાર
-
૧૨૭
૧૧૬
સંખ્યા
યાએ અસલી રિએ જે
આત્માના ગુણેની વિવિધ અવસ્થાઓવિવિધ ભૂમિકાઓ દર્શાવી હોય તે ગુણસ્થાન કહેવાય.
ગુણસ્થાનની સંખ્યા તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો આત્માના વિકાસની અવસ્થાઓ અસંખ્ય છે, તેથી ગુણસ્થાનની સંખ્યા પણ અસંખ્ય થાય, પરંતુ એ રીતે તેને વ્યવહાર થઈ શકે નહિ, તેથી શાસ્ત્રકારોએ તેનું વર્ગીકરણ ચૌદ વિભાગમાં કર્યું છે, આ ચૌદ વિભાગને જ આપણે ચૌદ ગુણસ્થાન સમજવાનાં છે. તમે અત્યાર સુધીમાં સાતમું ગુણસ્થાન, બારમું ગુણસ્થાન, ચૌદમું ગુણસ્થાન એમ સાંભળ્યું હશે, પણ પંદરમું ગુણસ્થાન, અઢારમું ગુણસ્થાન, વીશમું ગુણસ્થાન એમ સાંભળ્યું નહિ હોય. વાર સાત હોવાથી આઠમો વાર કહેવાતો નથી, તિથિ પંદર હોવાથી સેળમી તિથિ કહેવાતી નથી, તેમ ગુણસ્થાન ચૌદ હોવાથી પંદરમું ગુણસ્થાન વગેરે કહેવાતાં નથી.
ગુણસ્થાનનાં નામો ' હવે ગુણસ્થાનનાં નામે પર આવીએ. આમ તે ચૌદ ગુણસ્થાનનાં નામ યાદ રાખવા મુશ્કેલ પડે, પણ શાસ્ત્રકાર -ભગવતેએ આપણુ પર કૃપા કરીને એ નામે સંગ્રહ માત્ર એક ગાથામાં જ કર્યો છે. અને તે ગાથા સહેલાઈથી યાદ રહી જાય તેવી છે.
मिच्छे सासण-मीसे, अविरय-देसे पमत्त-अपमत्ते । निअघि अनिअट्टि सुहूमुवसमखीणसजोगिअजोगि गुणा॥ મિજે એટલે પહેલું મિથ્યાત્વગુણસ્થાન. રાવળ
છે એટલે બીજું સાસ્વાદ-સમ્યગ્દષ્ટિગુણસ્થાન. મીસે એટલે ત્રીજું સમ્યગમિથ્યાષ્ટિગુણસ્થાન. અવિરથ એટલે શું અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાન.રેસે એટલે પાંચમું દેશવિરતિગુણસ્થાન. મત્ત એટલે છઠું પ્રમત્તસયતગુણસ્થાન. ગામને એટલે સાતમું અપ્રમત્તસંયતગુણસ્થાન. નિટ્ટ એટલે આઠમું નિવૃત્તિ બાદરગુણસ્થાન. નિઝટ્ટિ એટલે નવમું અનિવૃત્તિઆદરગુણસ્થાન. મુહૂમ એટલે દશમું સૂક્ષ્મપરાયગુણસ્થાન. રાવણ એટલે અગિયારમું ઉપશાંતમૂહગુણસ્થાન. થળ એટલે બારમું ક્ષીણમેહગુણસ્થાન. સોનિ એટલે | તેરમું સંગિકેવલિગુણસ્થાન અને ઉન્નતિ એટલે ચૌદમું, અગિકેવલિગુણસ્થાન. ના આ પ્રમાણે ગુણસ્થાનકે છે.
ગુણસ્થાનનો કેમ - જે સંખ્યા બેથી મોટી હોય છે, તેમાં આદિ, મધ્ય છે અને અંત હોય છે. એ દૃષ્ટિએ પહેલું ગુણસ્થાન આદિ છે, બીજાથી તેમાં ગુણરથાને મધ્ય છે અને ચૌદમું ગુરથાન અંત છે.
ક્રમ બે પ્રકાર હોય છે. એક ચડતો અને બીજે ઉતરતે. અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ અને વર્ષ એ ચડતે કિમ છે, કારણ કે તેમાં કાલમાન ઉત્તરોત્તર વિસ્તાર પામતું જાય છે અને દુનિયા, દેશ, પ્રાંત, જિ૯લે અને ગામ એ ઉતરતે ક્રમ છે, કારણ કે તેમાં ક્ષેત્રનો વિસ્તાર ઉત્તરોત્તર ઘટતું જાય છે. આ બે પ્રકારના ક્રમમાંથી ગુણસ્થાનને કમ ચડતે છે, કારણ કે તેમાં આત્માની ઉત્તરોત્તર વિકાસ પામતી અવસ્થાએ બતાવવામાં આવી છે.