________________
[આત્મતત્વવિચા આ પરથી તમે કર્મની શુભ પ્રકૃતિ કોને કહેવાય અને અશુભ પ્રકૃતિ કેને કહેવાય, તે બરાબર સમજી શક્યા હશે. જેમાં પુણ્ય કરે છે, તેને શુભ પ્રકૃતિ બંધાય છે; અને જેઓ પાપ કરે છે, તેને અશુભ પ્રકૃતિ બંધાય છે. આથી જે મનુષ્ય જીવનમાં સુખ, શાંતિ અને આબાદીની ઈચ્છા રાખતા હોય તેમણે પાપને પરિહાર કરે. આ વિષયમાં ઘણું વક્તવ્ય છે, તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન છવીસમું કબંધ અને તેનાં કારણો અંગે
વિશેષ વિચારણા
[૧] મહાનુભાવો !
ગઈ કાલે વ્યાખ્યાન બાદ એક મહાશય અમને મળવા: આવ્યા અને તેમણે પ્રશ્ન કર્યો કે “કર્મો આત્માને જ શા. માટે ચિટે? શરીરને કેમ નહિ?” અમે કહ્યું: “તમારે પ્રશ્ન ઠીક છે. પણ લોકે દેવ-ગુરુને જ શા માટે પંચાંગ “પ્રેણિપાત કરે છે અને તમને કરતા નથી? એને વિચાર, કરે તે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે.”
ડી વાર વિચાર કરીને એ મહાશયે કહ્યું કે “મારી તે પ્રકારની યોગ્યતા નથી, એટલે કે મને પંચાંગપ્રણિ-- પાત કરતા નથી.' અમે કહ્યું: “એ જ ન્યાય અહીં લાગુ કરે. શરીરની તે પ્રકારની યોગ્યતા નથી, માટે કર્મો તેને ચૂંટતા નથી. વિશેષમાં અમે કહ્યું કે “લેહચુંબક તે તમે. જોયું છે. તેને ટેબલ પર ધરે કે લોખંડની ટાંકણીઓ. તેને બરાબર ચોંટી જાય છે, પણ કુટપટી કે રબર ધરે તે એ ટાંકણીઓમાં કંઈ ક્રિયા થતી નથી, એ પેલાને સ્થાને.